વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતા જિતેન્દ્રની ફિટનેસના વખાણ કર્યા — જિતેન્દ્ર ખુશ ખુશ …

0
942

 

તાજેતરમાં મુંબઈ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલીવુડના મોટાભાગના અભિનેતા- અભિનેત્રી સહિત કલાકાર -કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મનોજકુમાર, જિતેન્દ્ર, આમિર ખાન, કરણ જોહર, રોહિત શેટ્ટી, શ્યામ બેનેગલ, એકતા કપુર, આશા પારેખ, કામિની કૌશલ વગેરેનો સમાવેશ થતો હતો. પોતાના પ્રાસંગિક વકતવ્યમાં મોદીએ બોલીવુડ સહિત તમામ ફિલ્મ- ઉદ્યોગની સમસ્યાઓના સમાધાન અને  નવા જમાનાને અનુરૂપ પરિવર્તનના સૂચનોની વાત કરીને બોલીવુડ સમુદાયના મન જીતી લીધા હતા. તેમણે કહ્યું હતું કે, ફિલ્મો એતો સમાજનું દર્પણ છે. જે જીવનમાં બને છે, જે આપણા સમાજમાં બને છે એ જ ફિ્લ્મમાં જોવા મળે છે. તેમણે દેશભક્તિની ફિલ્મોના સર્જક મનોજકુમારની પ્રશંસા કરી હતી. તેમણે જિતેન્દ્રને સદાબહાર અભિનેતા કહીને , જિતેન્દ્રના શરીર -સૌષ્ઠવના, એમની ફિટનેસના વખાણ કર્યા હતા. જે સાંભળીને અભિનેતા જિતેન્દ્ર ખુશ થઈ ગયા હતા..