વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની બાયોપિક નિકટના ભવિષ્યમાં રિલિઝ થઈ રહી છે. ખબર છે   નરેન્દ્ર મોદીની ભૂમિકામાં કોણ રજૂ થઈ રહ્યું છે ??

0
881

છેલ્લા બે- ચાર વરસોથી આ સમાચાર મિડિયામાં આવતા રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જાણીતા બોલીવુડ કલાકાર પરેશ રાવલ નરેન્દ્ર મોદીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હોવાની વાત પણ જાહેર થઈ હતી.જાણીતા નિર્દેશક ઉમેશ શુકલા આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના હતા વગેરે. પણ હવે સમય સાથે પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે.ઉમંગ કુમાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. જેમણે મેરી કોમ સહિત ચારેક બાયોપિક ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

લોકસભાની આગામી ચૂંટણી એપ્રિલ, 2019માં થઈ રહી હોવાનો ચૂંટણી પંચે નિર્દેશ કરી દીધો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિલ્મ જલદીથી રિલિઝ થાય તો ચૂંટણીમાં એનો ફાયદો મળી શકે એનું ભાજપનું માનવું છે. મોદીજીનું સંઘર્ષપૂર્ણ જીવન અને એમનું ઉજ્જવલ કર્તૃત્વ  ભારતની જનતા સમક્ષ રજૂ થાય તો જનમત ભાજપની તરફેણમાં આવે એવી પ્રબળ સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં વડનગરના રેલવે સ્ટેશનપર ચા વેચનારા કિશોરથી પ્રારંભ થયેલી જીવન-યાત્રા મુશ્કેલીઓ , વિડંબણાઓ અને અવનવી તકલીફો અને પીડાઓના તબકકાઓમાંથી પસાર થઈને ઠેટ દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચે છે – એ કથા રૂપેરી પરદે નિહાળવાનું રોમાંચક અને રસપ્રદ બની રહેશે.

નરેન્દ્ર મોદીનું જીવન ભારતના હજારો – લાખો યુવાનોને  જીવનનો માર્ગ ચીંધનારું બની રહેશે. નરેન્દ્ર મોદીની બાયોપિકનું પોસ્ટર 7 જાન્યુઆરીના દિવસે રિલિઝ કરવામાં આવશે. આ પોસ્ટર એકસાથે ભારતની 23 ભાષામાં રિલિઝ થશે.આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતમાં થવાની સંભાવના છે. હવે મહત્વની વાત- ફિલ્મ એનલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર,  નરેન્દ્ર મોદીની ભૂમિકા જાણીતા ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય ભજવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here