વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ -યાત્રા – વડાપ્રધાન મોદીએ જનકપુરમાં જાનકી મંદિરમાં પૂજા- અર્ચના કરી

0
1205

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં નેપાળની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. નેપાળ પહોંચ્યા બાદ તેઓ નેપાળના વડાપ્રધાન કે પી શર્મા સાથે સીધા જનકપુરસ્થિત જાનકી મંદિરની મુલાકાતે ગયા હતા. જનકપુર સીતાજીનું પિયર હોવાનું કહેવાય છે. આ જાનકી મંદિરમાં સીતાજીની પૂજા કરવામાં આવે છે. અા મંદિરમાં વિષેષ રૂપે આયોજિત ષોડશોપચાર પૂજામાં મોદીએ ભાગ લીધો હતો. તેો મંદિ્રના પૂજારી તેમજ અન્ય સંતોને પણ મળ્યા હતા. મંદિરમાં યોજવામાં આવેલા ભજન કીર્તનમાં પણ વડાપ્રધાન મોદી સહર્ષ જોડાયા હતા. તેમણે કીર્તનમાં ભાગ લઈને મંજીરા વગાડ્યા હતા  તેમજ સીતારામ નામનો જાપ પણ કર્યો હતો. મોદી અગાઉ ભૂતકાળમાં માજી રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી, માજી રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ અને પ્રણવ મુખર્જી આ મંદિરની મુલાકાતે આવ્યા હતા. મોદીનું સ્વાગત કરવા માટે મંદિરના પરિસરમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નરેન્દ્ર મોદીનું આનંદભેર અભિવાદન કર્યું હતું. ત્યારબાદ મોદીએ જનકપુર ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદી અને નેપાળના વડાપ્રધાન કે પી શર્મા સંયુક્તપણે રામાયણ સરકિટ લોન્ચ કરશે, જેને કારણે ભારત અને નેપાળ વચ્ચે્ ટૂરિઝમ સરકિટને પ્રોત્સાહન મળે.