વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટના ખાતાઓમાં કર્યો ફેર-બદલ – નાણાંપ્રધાન અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્ર્યાલયની જવાબદારી સંભાળશે પીયૂષ ગોયલ

0
878

આવતા વરસે લોકસભાની ચૂંટણી આવી રહી છે. તે અગાઉ  સરકારની કાર્યક્ષમતા પર કોઈ અસર ના પડે તે વાતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાનમંડળમાં કેટલાક અનિવાર્ય ફેરફાર કર્યા છે. સ્મૃતિ ઈરાની પાસેથી માહિતી અને પ્રસારણ ખાતું લઈ લેવામાં આવ્યું છે. તેમના સ્થાને માહિતી અને પ્રસારણ ખાતાની જવાબદારી રાજ્યવર્ધન સિંહ રાઠોડ સંભાળશે. રાજ્યવર્ધન સિંહ રાઠોડને સ્વતંત્ર રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

  નાણાંખાતું સંભાળતા અરુણ જેટલીએ હાલમાં જ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન  કરાવ્યું હોવાથી તેઓ રજા પર છે. જયાં સુધી તેમની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યા સુધી નાણાં મંત્ર્યાલયની જવાબદારી રેલવેપ્રધાન પીયૂષ ગોયલ સંભાળશે. તેઓ રેલવે તેમજ નાણા મંત્ર્યાલય – બન્નેની જવાબદારી સંભાળશે. સ્મૃતિ ઈરાની પાસેથી માહિતી અનેૈ પ્રસારણ ખાતુ પરત લાધા પછી હવે તેઓ માત્ર ટેક્ષટાઈલ ખાતાના પ્રધાન તરીકે કામગીરી બજાવશે. આ અગાઉ પણ એકવાર સ્મૃતિ ઈરાની પાસેથી માનવ સંસાધન મંત્ર્યાલય પરત લેવામાં આવ્યું હતું અને તેમને કાપડમંત્રી બનાવાયા હતાં. ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ માહિતી અને પ્રસારણ ખાતું છોડ્યું ત્યારે સ્મૃતિ ઈરાનીને આ ખાતાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો.