વડાપ્રધાન નરેન્દ્રમોદી મંગળવારે બ્રિકસના અધિવેશનમાં  ભાગ લેવા બ્રાઝિલ જવા રવાના.

0
828

 

   બ્રાઝિલના પાટનગર બ્રાઝિલિયામાં યોજાનારા બ્રિકસના અધિવેશનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન મોદીની સાથે એક  બિઝનેસ ડેલિગેશન પણ ગયું છે. 

  આધારભૂત માહિતી સૂત્રોના જણાવ્યા   અનુસાર, મોદી તેમના રોકાણ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મંત્રણા કરશે. વડાપ્રધાન મોદી અધિવેશનના ઉદ્ઘાટન અને સમાપન- બન્ને સમારંભોમાં હાજરી આપશે. તેઓ બ્રિકસના દરેક નેતાની સાથે આર્થિક વિકાસના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી બ્રિકસ બિઝનેસ કાઉન્સિલની બેઠકમાં પણ ભાગ લેશે.

   બ્રિકસ વિશ્વની પાંચ મોટી અર્થવ્યવસ્થાઓ  બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું શોર્ટ ટૂંકુ નામ છે. દરેક સભ્ય દેશ વિશ્વની 42 ટકા જનસંખ્યાનું અને વિશ્વની 23 ટકા જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનો દુનિયાના વ્યાપાર- વાણિજ્યમાં 17 ટકા હિસ્સો છે.