વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે અવસાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબેનનું ૩૦ ડિસેમ્બર, ૨૦૨૨ની વહેલી સવારે ૧૦૦ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે શુક્રવારે ૩.૩૦ વાગ્યે યુ. ઍન. મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. મંગળવારે મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને કફની ફરિયાદ પણ હતી.

વડાપ્રધાન મોદીઍ પોતે ટ્વીટ કરી તેમના નિધનની જાણકારી આપી હતી. ત્યારબાદ તેઅો સવારે ૭.૪૫ કલાકે અમદાવાદ પહોંચ્યા હતાં. અહીંથી તેઓ સીધા ગાંધીનગરના રાયસણ ગામમાં ભાઇ પંકજ મોદીના ઘરે ગયા હતાં. મૃતદેહને અહીં રાખવામાં આવ્યો હતો. મોદી પહોંચતા જ હીરાબાની અંતિમયાત્રા શરૂ થઇ ગઇ હતી. સેક્ટર-૩૦ સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. પ્રધાનમંત્રી મોદીઍ મોટાભાઇ સોમાભાઇ સાથે મળીને માતાને મુખાગ્નિ આપ્યા હતાં. 

વડાપ્રધાન હીરાબાની અંતિમ સફરમાં પણ માતા સાથે રહ્નાં. શબવાહિનીમાં પણ માતાની સાથે જોવા મળ્યા. અંતિમરથમાં પ્રધાનમંત્રી મોદીની સાથે તમામ ભાઇઓ અને તેમના દીકરા પણ હતાં. સેક્ટર-૩૦ના મુક્તિધામમાં હીરાબા પંચમહાભૂતમાં વિલીન થયા. પ્રધાનમંત્રી મોદીઍ ટ્વીટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું, ઍક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં છે. માતામાં મેં હંમેશા ઍ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં ઍક તપસ્વી યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ઘ જીવનનો સમાવેશ થાય છે. વડાપ્રધાન માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ. ઍન. મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ સારવાર કરવામાં આવી રહી હતી. તેમની ૬ નિષ્ણાત ડોક્ટર તેમજ અન્ય નિષ્ણાત સ્ટાફને સાથે રાખીને સારવાર કરવામાં આવી રહી હતી. મોદીઍ દીકરા તરીકને ફરજ નિભાવ્યા બાદ વડાપ્રધાન તરીકેની ફરજ પણ બજાવી વીડિયો કોન્ફરન્સથી બંગાળને વંદે ભારત ટ્રેન સહિત ૭૮૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સની આપી ભેટ મોદીઍ તેમનો નિર્ધારિત કોઇપણ કાર્યક્રમને રદ કર્યો નથી. અંતિમ સંસ્કાર કર્યા બાદ તેઓ સીધા અમદાવાદના રાજભવન ગયા હતાં. અહીંથી જ તેઓ રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતાં. વડાપ્રધાને દીકરા તરીકેની ફરજ નિભાવ્યા પછી હવે વડાપ્રધાન તરીકેની ફરજ પણ બજાવી છે. તેઓ ગાંધીનગર રાજભવનથી વીડિયો-કોન્ફરન્સથી જોડાઇ ગયા હતાં. વીડિયો કોન્ફરન્સથી તેમણે બંગાળને વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. તેમણે હાવડા-ન્યુ જલપાઇગુડી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. 

વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ અંતિમ સંસ્કાર પછી તેમના તમામ નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે વીડિયો-કોન્ફરન્સિગ દ્વારા બંગાળમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કર્યો હતો. અહીં સ્વચ્છ ગંગા મિશનના પ્રોજેક્ટના ઉદ્ઘાટન દરમિયાન બંગાળના મુખ્યપ્રધાન મમતાબેનર્જી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત ઉત્તરાખંડ અને ઝારખંડના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્નાં. તેમણે બંગાળમાં ૭૮૦૦ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવી હતી. તેમાં કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તારાતલા ફેઝનું ઉદ્ઘાટન, નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેનું સૌથી મોટા સ્ટેશનોમાંથી ઍક ન્યુ જલપાઇગુડી રેલવે સ્ટેશનનું રૂ. ૩૩૪.૭૨ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)

————

રાજનેતાઓઍ આપી શ્રદ્ઘાંજલિ

માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે. જેને ગુમાવવાનું દુઃખ ઍ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ છે. – અમિત શાહ

હીરાબાનું સંઘર્ષમય અને સદાચારી જીવન હંમેશા પ્રેરણાદાયી છે, જેમના પ્રેમ અને અખંડિતતાઍ દેશને સફળ નેતૃત્વ આપ્યું. માતાની વિદાય ઍ ઍક અપૂરતી ખોટ છે. આ ખાલીપણાને ભરવું અશક્ય છે. – ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા

ઍક પુત્ર માટે માતા જ સમગ્ર દુનિયા હોય છે. માતાનું નિધન ઍ પુત્ર માટે અસહ્ના અને ભરપાઇ ન થઇ શકે તેવી ખોટ છે. પ્રધાનમંત્રી મોદીજીના પૂજ્ય માતાનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્રી રામ દિવંગત પવિત્ર આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે. – યોગી આદિત્યનાથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું ૧૦૦ વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. મોદીજીઍ માતૃદેવોભવની ભાવના કેળવી અને હીરાબાના મૂલ્યોને પોતાના જીવનમાં ઘડ્યા. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂ છું. પરિવાર પ્રત્યે મારી સંવેદના! – રાષ્ટ્રપતિ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદરણીય માતા હીરાબાનના નિધન સાથે ઍક તપસ્વી જીવનનો અંત આવ્યો છે. આ દુઃખદ અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અમે બધા સ્વયંસેવકો શ્રદ્ઘાંજલિ પાઠવીઍ છીઍ. – આરઍસઍસ

હીરાબહેન મોદીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મોદીજીને તેમના પ્રિય માતાની ખોટ પર મારી દિલથી સંવેદના. આ દુઃખની ઘડીમાં અમારી સંવેદનાઓ અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે. 

– કોંગ્રેસ અધ્યક્ષ ખડગે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે હું તેમને અને તેમના પરિવારને મારી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરૂ છું. – રાહુલ ગાંધી

 

વડનગર પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબાની પ્રાર્થના સભામાં લોકોઍ આપી શ્રદ્ધાંજલિ

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબહેનની સ્મૃતિમાં આયોજિત પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને શુભેચ્છકોઍ હાજરી આપી હતી. હીરાબહેનનું અમદાવાદમાં ૧૦૦ વર્ષની વયે અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વડનગરના વેપારીઓઍ શુક્રવારથી ત્રણ દિવસના બજાર બંધનું ઍલાન આપ્યું હતું.

વડનગરના જવાહર નવોદય વિદ્યાલય હોલમાં રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી યોજાયેલી પ્રાર્થના સભામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્યો પૂર્ણેશ મોદી અને જેઠા ભરવાડ અને અન્યોઍ હાજરી આપી હતી. હીરાબહેનના પરિવારના સભ્યો દ્વારા આયોજિત પ્રાર્થના સભામાં ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય જોશી, પૂર્વ સ્પીકર નીમા આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય માયા કોડનાની પણ હાજર રહ્ના હતા. પ્રાર્થના સભામાં ઉપસ્થિત બધા લોકોને શ્રીમદ્ ભગવદ ગીતા પ્રસાદીરૂપે આપવામાં આવી હતી. વડનગરમાં મુસ્લિમ સમુદાયના આગેવાનોઍ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી.

ગુજરાતના વિવિધ ભાગોમાંથી પરિવારના શુભચિંતકો, તેમના સંબંધીઓ અને વડનગરના રહેવાસીઓ, જ્યાં હીરાબહેને જીવનનો મોટાભાગનો સમય વિતાવ્યો હતો, તેઓ પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સવારથી જ લાઇનમાં ઉભા હતા. સ્થળ પર પત્રકારો સાથે વાત કરતા કોડનાનીઍ જણાવ્યું હતું કે હીરાબાઍ ‘વિશ્વ રત્ન’ નરેન્દ્રભાઈને જન્મ આપ્યો છે, જેઓ સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવી રહ્ના છે અને તેને ‘વિશ્વ ગુરૂ’ બનાવવા માટે કામ કરી રહ્ના છે.

અમદાવાદની યુ. ઍન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હીરાબહેનનું મોત થયું હતું. પ્રધાનમંત્રી મોદી, તેમના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં ગાંધીનગરના સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીઍ તેમની માતાના અવસાન પર શોક વ્યક્ત કરતા કહ્નાં હતું કે, ‘જ્યારે હું તેમને તેમના ૧૦૦મા જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે ઍક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ કરો અને જીવનને પવિત્રતાથી જીવો.’