વડાપ્રધાને વિશ્વના સૌથી લાંબા ગંગા વિલાસ ક્રૂઝને આપી લીલીઝંડી

 

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં વીડિયો કોન્ફરન્સથી વિશ્વના સૌથી લાંબા ઍમવી ગંગા વિલાસ ક્રૂઝને લીલીઝંડી આપવામાં આવી હતી. વિશ્વના સૌથી લાંબા રિવર ક્રૂઝને ફાઇવસ્ટાર હોટલ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ ૫૧ દિવસમાં ૩૨૦૦ કિ.મી.નું અંતર કાપશે, જેમાં ૫૦ પ્રવાસન સ્થળ, ૨૭ વિવિધ નદી પ્રણાલીઓ અને બાંગ્લાદેશનો ૧૧૦૦ કિ.મી. વિસ્તાર આવરી લેવાશે. વારાણસીથી આસામના ડિબ્રુગઢ જશે. મોટા શહેરોમાંથી પસાર થતા આ ક્રૂઝને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વના સ્થળોઍ સ્ટોપેજ મળશે. આ ક્રુઝ પાંચ રાજ્યો અને બાંગ્લાદેશમાંથી પસાર થશે, જેમાં યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને બાંગ્લાદેશ, વારાણસી, પટના, કોલકાતા, ઢાકા, ગૌહાટી, ડિબ્રુગઢ સહિત ૫૦ મુખ્ય પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે.

ઍમવી ગંગા વિલાસ ક્રૂઝની લંબાઇ ૬૨.૫ મીટર અને પહોળાઇ ૧૨.૮ મીટર છે. રાષ્ટ્રીય જળમાર્ગ ૧ને જોડવા ઉપરાંત બ્રહ્મપુત્ર પર ગંગા ને રાષ્ટ્રીય જળમાર્ગ ૨ સામેલ છે. તેમાં તમામ લક્ઝરી સુવિધાઓ સાથે ૩૬ સહેલાણીઓની ક્ષમતા ધરાવતા ૧૮ સૂઇટ છે. સૂઇટડ્સમાં સુખદાયક અંદરનો ભાગ છે જે ફ્રેન્ચ બાલ્કની, ઍલઇડી ટીવી, તિજોરીઓ, સ્મોક ડિટેક્ટર અને કન્વર્ટિબલ બેડ જેવી અનેક સુવિધાઓથી સુસજ્જ છે. ક્રૂજ શિપમાં મુખ્ય ડેક પર ઍક ૪૦ સીટર રેસ્ટોરાં, ઍક સ્પા અને ઍક સન ડેક પણ છે. ઉપરના ડેકમાં ઍક બાર છે. વિશ્વ ધરોહર સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનો, નદી ઘાટો, અને બિહારમાં પટના, ઝારખંડમાં સાહિબગંજ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, બાંગ્લાદેશમાં ઢાકા, આસામમાં ગૌહાટી જેવા મુખ્ય શહેરો સહિત ૫૦ પર્યટન સ્થળો સાથે ૫૧ દિવસની ક્રૂજની યોજના બનાવવામાં આવી છે. 

૧૮ સ્યૂટ્સ, બાર, સ્પા, સનડેક, જિમ, ૪૦ સીટર ધરાવતી રેસ્ટોરાંમા કોન્ટિનેન્ટલ અને ભારતીય ફૂડ સાથે બુફે કાઉન્ટર છે. આઉટડોર બેઠકમાં સ્ટીમર ચેર અને કોફી ટેબલ સાથેનો બાર છે. બાથટબ, કન્વર્ટિબલ બેડ, ફ્રેન્ચ બાલ્કની, ઍલઇડી ટીવી, સેફ, સ્મોક ઍલાર્મ, લાઇફ વેસ્ટ અને સ્પિં્રકલર સાથેના બાથરૂમ પણ છે.

ક્રૂઝની લંબાઇ ૬૨.૫ મીટર અને પહોળાઇ ૧૨.૮ મીટર છે. તેમાં ૪૦ હજાર લિટરની ઇંધણની ટાંકી અને ૬૦ હજાર લિટરની પાણીની ટાંકી છે. અપ સ્ટ્રીમમાં ક્રૂઝની ઝડપ ૧૦થી ૧૨ કિ.મી. પ્રતિ કલાક છે. ડાઉન સ્ટ્રીમમાં ક્રૂઝની ઝડપ ૧૫ થી ૨૦ કિ.મી. પ્રતિ કલાક છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ કહ્નાં હતું કે, ઍમવી ગંગા વિલાસ ક્રૂઝને લીલીઝંડી આપી જણાવ્યું હતું કે, હું આ ક્રૂઝ પર સવાર વિદેશી પ્રવાસી સાથીઓને કહીશ કે ભારત પાસે બધું જ છે. ભારતને શબ્દોમાં વ્યાખ્યાતિ કરી શકાતું નથી. ભારતને અનુભવી શકાય છે. આ ક્રૂઝ પ્રવાસ નવા અનુભવો લાવવા જઇ રહ્ના છે. ક્રૂઝમાં સવાર પ્રવાસીઓને ભારતમાં ધર્મ, કળા, સંસ્કૃતિ, પર્યાવરણ, નદીઓ અને સમૃદ્ઘ ભોજનથી પરિચિત થવાની તક મળશે. આ ક્રૂઝ જ્યાંથી પસાર થશે ત્યાં વિકાસની નવી લાઇન બનાવશે. શહેરો વચ્ચે લાંબી રિવર ક્રૂઝની યાત્રા ઉપરાંત અમે નાના ક્રૂઝને પણ પ્રોત્સાહન આપીશું. માતા ગંગાની ગોદમાં નવી ટેન્ટસિટી કાશી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ઘાળુઓને ઍક નવો અનુભવ આપશે. નદીના જળમાર્ગો હવે ભારતની નવી તાકાત બનશે. ગંગા વિલાસ ક્રૂઝની શરૂઆત કોઇ સામાન્ય વાત નથી. ૩૨૦૦ કિ.મી.થી વધુની આ યાત્રા ભારતમાં આંતરદેશીય જળમાર્ગોના વિકાસનું ઉદાહરણ છે. ગંગા આપણા માટે એક જળ પ્રવાહ નથી, એ ભારતની તપસ્યાની સાક્ષી છે.