વડાપ્રધાને રવીન્દ્રનાથ ટાગોરને જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પોતાના ટ્વિટ પર વડા પ્રધાને લખ્યું હતું કે તેઓની જન્મ જયંતિ પ્રસંગે હું તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું. તેઓએ ચિત્રકલાથી સંગીત અને શિક્ષણથી સાહિત્ય સુધીના વ્યાપક ફલક પર અને અનેક વિધ ક્ષેત્રોમાં પણ ન ભૂંસાઈ તેવી છાપ પાડી છે. આ પ્રસંગે આપણે ગુરૂદેવનાં, સમૃદ્ધ, પ્રગતિશીલ અને જાગૃત ભારતનાં દર્શનને સાકાર કરવા પ્રયત્નશીલ રહીએ.
ગુરૂદેવ ટાગોરનાં જીવન અને કવન વિષે બોલતાં નરેન્દ્ર મોદીએ ટ્વિટ ઉપર લખ્યું હતું કે તેઓ માત્ર ૮ વર્ષના જ હતા ત્યારથી કવિતાઓ લખતા હતા અને ૧૬ વર્ષના થયા ત્યાં સુધીમાં લઘુ-નવલો લખતા, સાથે નાટકો પણ લખતા હતા. તેઓ એક સમાજ સુધારક હતા, અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ તેઓએ ભાગ ભજવ્યો હતો. તેઓે શાંતિ-નિકેતનમાં વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી.
તેઓનાં કાવ્ય ગુચ્છ ‘ગીતાંજલિ’ માટે ૧૯૩૧માં તેઓએ સાહિત્યનું નોબેલ પ્રાઈસ અપાયું હતું. તેઓ પહેલા જ નોન-યુરોપિયન કવિ હતા કે જેઓને સાહિત્ય માટે નોબેલ પ્રાઈઝ અપાયું હોય. ૯ મે, ૧૮૬૧ના દીવસે કોલકત્તામાં રવીન્દ્રોનાથ ઠાકુરનો જન્મ થયો હતો. તેમનાં ં માતુશ્રી શારદાદેવી, અને પિતાશ્રી દેવેન્દ્રનાથ બંને ધર્મ સુધારકો અને સમાજ સુધારકો હતાં. પરંતુ માતુશ્રીનું રવીન્દ્રનાથ બાળક હતા ત્યારે જ નિધન થતાં તેઓને દાસીઓએ જ ઉછેર્યા હતા.
રવીન્દ્રનાથને કાવ્યો લખવાની ધૂન હતી, પરંતુ પિતાશ્રી બેરિસ્ટર બનાવવા માગતા હતા તેથી તેઓને ઇંગ્લેન્ડ મોકલ્યા. ત્યાં શેક્સપીયરનાં નાટકો ખૂબ જ પ્રિય બની રહ્યાં હતાં. તેઓએ ત્યાં અભ્યાસ અધૂરો છોડી દીધો. ભારત આવ્યા ને સાહિત્ય- સાધનામાં લીન બની રહ્યા. તેઓનો ગીતાંજલિ કાવ્ય સંગ્રહ અદભૂત હતો. તેથી જ તેઓને સાહિત્યનું નોબેલ પ્રાઈઝ અપાયું. ભારતનાં રાષ્ટ્રગીત ‘જન ગણ મન અધિનાયક’ની તેઓએ રચના કરી હતી. ભારતમાં વિભાજન પછી રચાયેલું પૂર્વ પાકિસ્તાન ૧૯૭૧માં બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારે બંગાળને અર્ચના આપતું તેઓનું કાવ્ય ‘ાઆમાર…સોનાર…બાંગલા’ બાંગ્લાદેશનાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકારાયું, આમ બબ્બે દેશોનાં રાષ્ટ્રગીતોના રચયિતાને તેઓની જન્મ જયંતિ નિમિત્તે શત કોટિ કોટિ વંદના.