વડાપ્રધાને ઉજ્જૈનમાં મહાકાલ લોક કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કયુ*

 

ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના ઉજજૈન શહેરમાંશ્રી મહાકાલ લોકકોરિડોર (પરિસર)નો પ્રથમ તબક્કો રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. તેમણે મંદિરમાં પૂજા અને આરતી કરી હતી. પ્રસંગે ભગવાન શિવની ખાસ સ્તુતિ ગવાઇ હતી. આખા મધ્ય પ્રદેશના બધા શિવમંદિરમાં ઍકસાથે આરતી કરાઇ હતી. નવસો મીટરથી વધુ લાંબોમહાકાલ લોકકોરિડોર, જે દેશના આવા સૌથી મોટા કોરિડોરમાં ઍક તરીકે બનાવવામાં આવ્યો છે, તે જૂના રૂદ્રસાગર તળાવની આસપાસ ફેલાયેલો છે, ઍને પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની આસપાસના પુનર્વિકાસ પ્રોજેક્ટના ભાગ રૂપે પણ રિડેવલપ કરવામાં આવ્યો છે

દેશના ૧૨ જ્યોર્તિલિંગમાંથી ઍક પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે. બે ભવ્ય પ્રવેશદ્વારનંદી દ્વાર અને પિનાકી દ્વારકોરિડોરના પ્રારંભિક બિંદુની નજીક બાંધવામાં આવ્યાં છે, જે મંદિરના પ્રવેશદ્વાર તરફ જાય છે અને રસ્તામાં સૌંદર્યલક્ષી દૃશ્ય પ્રદાન કરે છે.

ઉજજૈનમાં મહાકાલ લોકના મુખ્ય આકર્ષણમાંશિવ પુરાણની કથાઓ દર્શાવતાં પચાસથી વધુ ભીંતચિત્રોની જટિલ કોતરણીવાળા પથ્થરોથી બનેલા ૧૦૮ સુશોભિત સ્તંભો, ફુવારા અને પચાસથી વધુ ભીંતચિત્રોની પેનલને ભવ્ય રીતે દર્શાવાઈ છે. પ્રસંગે યોજાયેલા ભવ્ય કાર્યક્રમ માટે રાજ્ય સરકાર ઝીણવટભરી તૈયારી કરી હતી.

વડાપ્રધાન મોદી રાજ્યની રાજધાની ભોપાલથી લગભગ બસો કિલોમીટર દૂર સ્થિત રૂ. ૮૫૬ કરોડના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.

મહાકાલ લોકના પ્રથમ તબક્કાને રૂ. ૩૧૬ કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ મંદિરમાં આરતી અને પૂજા કર્યા બાદ મહાકાલ લોકના પ્રથમ તબક્કાને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આખું રાજ્ય ક્ષણની રાહ જોઈ રહ્નાં હતું અને આપણે બધાઍ કોઈને કોઈ રીતે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેવું મંત્રી નરોત્તમ મિશ્રાઍ, પત્રકારોને જણાવ્યું હતું.

અગાઉ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મહાકાલ લોકની મુલાકાત લઇને ભવ્ય કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી