વડાપ્રધાને અમદવાદમાં ૧૨૭૫ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ

 

અમદવાદઃ જામકંડોરણામાં જંગી સભાને સંબોધીને પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ અમદવાદમાં સિવિલ હોસ્પિટલમાં ૧૨૭૫ કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

વડાપ્રધાન મોદીઍ જણાવ્યું હતું કે, આપણી સિવિલ હોસ્પિટલ નાનકડા ગામ જેવી છે. હું મુખ્યપ્રધાન હતો ત્યારે સિવિલમાં અનેક વખત આવતો હતો. સેવાના કામને આગળ વધારવા માટે તમામને શુભેચ્છા પાઠવુ છું. દુનિયાની સૌથી બેસ્ટ ટેકનિક, મેડિકલ ઈન્ફ્રાર્સ્ટ્કચર અમદાવાદ, ગુજરાતમાં ઉપલબ્ધ થશે. જે ખાનગી હોસ્પિટલમાં નથી જઈ શક્તા, તેમના માટે સરકારી હોસ્પિટલ સેવા માટે તૈયાર રહેશે. મેડિસિટી કેમ્પસ પણ તૈયાર થઈ ગયું છે. યુઍન મહેતા હોસ્પિટલ ઓફ કાર્ડિયોલોજીની સુવિધાઓ વધી રહી છે. દેશનું પહેલુ સરકારી હોસ્પિટલ છે, જ્યાં સાઈબર નાઈફ જેવી ટેકનિક ઉપલબ્ધ છે. હું તમામ ગુજરાતવાસીઓને ઉપલબ્ધિઓ માટે શુભેચ્છા આપું છું.

વડાપ્રધાને વધુમાં કહ્નાં કે હું ડોકટર નથી છતાં મેં અલગ અલગ બીમારીઓ સરખી કરી છે. ૨૦ વર્ષ અગાઉ અનેક બીમારી હતી, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષા, વીજળી, પાણી, કુશાસન, ખરાબ કાનૂન વ્યવસ્થા હતી. પરંતુ આજે ગુજરાત તમામ બીમારીઓને પાછળ છોડીને આગળ ચાલી રહ્નાં છે. વાત થાય છે હાઈટેક હોસ્પિટલની ત્યારે ગુજરાતનું નામ સૌથી ઉપર રહે છેભ્રષ્ટાચાર પર કાતર ફેરવવી મારી સર્જરીનો પ્રકાર છે. અમે સંવેદનશીલતા સાથે કામ કર્યું.

પહેલાં માતૃ અને શિશુ મૃત્યુદર ખૂબ વધારે હતો. ૨૦ વર્ષમાં માટે નીતિ બનાવી ત્યારે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનના કારણે દીકરા કરતાં દીકરીની સંખ્યા વધી છે. ૨૦૧૯માં ૧૨૦૦ બેડ શરૂ થઈ તે કોરોના કાળમાં કામમાં આવી. લ્સ્ભ્ હોસ્પિટલ બની તો કોરોનામાં પણ તે કામમાં આવી. છેલ્લા ૨૦ વર્ષમાં મેડિકલ ક્ષેત્રે વિકાસ ના થયો હોત તો મહામારીમાં હાલત શું થતી તેની કલ્પના કરો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ રૂ. ૪૦૮ કરોડના ખર્ચે તૈયાર થયેલી સિવિલની મલ્ટીપલ ટ્રાન્સપ્લાન્ટની ૮૫૦ બેડની ક્ષમતા ધરાવતા આધુનિક સેન્ટરનું લોકાર્પણ કર્યું. સાથે રાજ્યના ૧૮૮ ડાયાલિસિસ સેન્ટર્સનું લોકાર્પણ બાદ દર્દીઓ સાથે સંવાદ યોજ્યો હતો