વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટોત્સવ ઉજવાયો

 

વડતાલઃ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટોત્સવ ઉજવાયો હતો. આ દિવ્ય પ્રસંગે મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોને ૭૦૦ મણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બપોરે ૧૨ કલાકે અન્નકૂટની મહાઆરતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ઉતારી હતી. અન્નકૂટના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. અને આખો દિવસ દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ રહ્યો હતો.