વડતાલમાં આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજશ્રીનો જન્મોત્સવ ઉજવાયો

 

વડતાલઃ વડતાલમાં શ્રી રઘુવીર વાડીમાં વડતાલ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના પૂ. ૧૦૦૮ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજનો ૭રમો પ્રાગટયોત્સવ ઉજવાયો હતો. શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી અંતર્ગત દરેક ગામના શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા તથા ધર્મકુળ આરશ્રત સમસ્ત સત્સંગ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સનાતન હિન્દુ ધર્મના ધર્માચાર્યોએ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં પુષ્ટિમાર્ગીય તૃતિય પીઠાધીશ કાંકરોલી નરેશ અને વડોદરા બેઠક મંદિર-સુખધામ મંદિરના પીઠાધિશ્વર પૂ. ૧૦૮ ગોસ્વામી ડો. વાગીશકુમાર, વ્રજધામ હવેલી, કારેલીબાગ ગોવર્ધનનાથજી હવેલીના પીઠાધીશ અને વીવાયઓના પ્રણેતા પૂ. ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય, સહિત ધર્માચાર્યો ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી.