વજન ઘટાડવાનું મારું પુસ્તક કિશોરોને ઉપયોગી બનશેઃ સોનાક્ષી સિંહા

બોલીવુડની અભિનેત્રી સોનાક્ષી સિંહા કહે છે, હું જો વજન ઘટાડવાનું પુસ્તક લખું તો આજનાં કિશોર વયનાં છોકરાઓ-છોકરીઓને ઉપયોગી બનશે. ઉલ્લેખનીય છે કે નાનપણમાં સોનાક્ષી ખૂબ જ જાડી અને ભરાવદાર હતી. સલમાન ખાને તેને દબંગ ફિલ્મમાં અભિનેત્રી તરીકે લેવાનો નિર્ણય કર્યો ત્યારે પહેલી શરત વજન ઓછું કરવાની હતી.
સોનાક્ષીએ ખૂબ જ વર્કઆઉટ કરીને શરીર ઉતાર્યું અને હાલમાં એનું ફિગર આકર્ષક છે. આ પછી સોનાક્ષીએ દબંગ-ટુ કરી અને હવે દબંગ-3 પણ કરશે.
સોનાક્ષી પોતાના બાળપણના દિવસો વિશે કહે છે, મારું વજન 95 કિલો હતું, જાહેરમાં નીકળતા મને ડર લાગતો હતો. લોકો મારી મજાક ઉડાવતા હતા. દબંગ માટે મેં મક્કમ મનોબળ રાખી વજન ઉતારવાનો નિર્ણય કર્યો. મેં વજન ઘટાડતા લોકો દંગ થઈ ગયા. ફિલ્મોમાં આવતાં પહેલાં મેં 30 કિલો વજન ઓછું કર્યું અને હજી પણ વજન ઉતારવાનો પ્રયાસ ચાલુ છે.