વચનામૃત ગ્રંથની ૨૦૧મી જયંતિની ઉજવણી કરાઇ

 

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદીર, મણિનગર ખાતે , શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં વચનામૃત ગ્રંથની ૨૦૧મી જયંતીની ઊજવણી કરવામાં આવી હતી, જેમાં હસ્તપ્રત વચનામૃત હતા જેમનું ફુલ, અક્ષતથી પૂજન, અર્ચન, આરતી કરવામાં આવી હતી. હરિભક્તોએ ઓનલાઈન દેશ-વિદેશમાં દર્શન કર્યા હતા.