લ્યુકેમિયાની સરળ-સફળ આયુવેદિક ચિકિત્સા

0
947
Dr. Rajesh Verma

 

Dr. Rajesh Verma

આજકાલ લ્યુકેમિયા જેવી ઘાતક બીમારી બહુ ઝડપથી વધી રહી છે. મોટા ભાગે આ રોગ બાળકોમાં જ જોવા મળે છે. વર્તમાનમાં જોવા મળે છે કે બાલ્યાવસ્થામાં જ ઘરેલુ ઇલાજ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. નાનાં બાળકોને દાદીનાં લાડ-પ્યાર સાથે ઘરેલુ ઇલાજ મળતા હતા તે હવે અશક્ય બની ગયું છે. નોકરી-વ્યવસાયાર્થે પરિવારથી અલગ રહેતાં માતા-પિતા બાળકને નાની એવી પણ તકલીફ થાય તો તરત આધુનિક ચિકિત્સાનો આશ્રય લે છે. આયુર્વેદમાં એવુું કહેવામાં આવ્યું છે કે મૃદુ ઔષધિ (હળવો ડોઝ) આપવી જોઈએ. આધુનિક ચિકિત્સામાં તીક્ષ્ણ (સ્ટ્રોન્ગ ડોઝ) ઔષધિ આપીને તરત લાભ મળે તેવું કરવામાં આવે છે.

પ્લીહા નામક એક અંગ શરીરમાં હોય છે, જેને તિલ્લી પણ કહેવાય છે. આયુર્વેદ અનુસાર લ્યુકેમિયા નામક પ્રાણઘાતક રોગ આ પ્લીહામાં દોષ ઉત્પન્ન થઈને પરિણામ સ્વરૂપ ધીરે ધીરે પ્લીહા રોગનું રૂપ લઈ લે છે. આયુર્વેદશાસ્ત્રમાં પ્લીહા વધી જવા બાબતે નિદાન માટે બહુ જ ગહન વિચાર કરવામાં આવે છે. પ્લીહા દોષ અને પ્લીહા રોગ વિશે ચરકસંહિતામાં કહેવામાં આવ્યું છે કે તેનું નિદાન ગુલ્મ જેવું જ છે. આથી ગુલ્મનું કરણમાં જોવું જોઈએ, પ્લોહ દોષ પણ પાંચ પ્રકારના હોય છે અને ગુલ્મ પણ પાંચ પ્રકારના હોય છે. એટલે ગુલ્મનું સામાન્ય અને વિશેષ નિદાન સમજવું જોઈએ. આ પછી ઉદરની સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે ઉદરરોગને નિદાન અને લક્ષણ પણ જોવા મળે છે.

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, જીર્ણ જ્વરમાં પ્લોહવૃદ્ધિ થાય છે. જીર્ણ જ્વર માટે કહેવામાં આવ્યું છે કે, ત્રણ અઠવાડિયાં પછી ઓછો થવા લાગે ત્યારે ભૂખ ઘટી (અગ્નિમાંદ્ય) જાય છે અને પ્લીહામાં વૃદ્ધિ જોવા મળે છે. જીર્ણ જ્વરમાં જો વારંવાર જ્વર આવે તો પુનરાવર્તક જ્વરમાં કહેવામાં આવે છે, એટલે કે વારે વારે આવતો તાવ. પુર્નાવર્તક જ્વરમાં લોહી ઓછું થઈ જવું, શરીર પીળું પડી જવું, ગળાની ચારેબાજુ દાણા દાણા થઈ જાય છે અને ગુલાબી રંગનાં નિશાન બની જવાં, અનિદ્રા, મસ્તિષ્કમાં શોથ (સોજો) વગેરે લક્ષણો લ્યુકેમિયાનાં શરૂઆતનાં લક્ષણો છે. તીખા-ખાટા અન્નપાનનું સેવન રક્ત અને કફને દુષ્ટ કરી રક્ત સ્ત્રોતરસના મૂળ પ્લીહાને પાંચ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. ભૂખ ઘટી જવી, ઝીણો તાવ, કફ ને પિત્તનાં લક્ષણોમાં પાડુંરોગ થાય છે.

અલોપથી ચિકિત્સામાં લ્યુકેમિયાનું વર્ણન તેમાં એક્યુટ લ્યુકેમિયા (તીવ્ર શ્વેતકોષિકા રક્તતા) નામક એક પ્રકારમાં અત્યાધિક દુર્બળતા, ક્યારેક ક્યારેક બહુ તેજ તાવ ચઢવો-ઊતરવો, હાથ-પગમાં પીડા, રક્તની ઊણપ, મસૂડોં તથા મ્યુક્સ મેમ્બ્રેન્સમાંથી રક્ત વહેવું, ગળામાં સોજો આવવો અને યકૃત તથા પ્લીહાની વૃદ્ધિ, રોગ જ્યારે દેખાય ત્યારે દેખાય છે.

જીર્ણ તાવમાં વધારે પડતી અશક્તિ, શ્વાસ લેવાની તકલીફ, ઉદરશૂલ, બેચેની, અરુચિ, રક્તસ્ત્રાવ પ્લીહાદોષ અથવા આ રોગમાં  (Splenomegaly) Chronic Lymphocytic Leukuemiaની શરૂઆતમાં અત્યંત મંદતાથી, થાક, કઠણ રબર જેવું ઊર્જા વિનાની લસગ્રંથિઓની વૃદ્ધિ જોવા મળે છે. યકૃતવૃદ્ધિ પણ શરૂઆતમાં જ જોવા મળે છે. આ વ્યાધિમાં સાધ્યાસાધ્યતા જાણવી અત્યંત આવશ્યક છે. એલોપથીમાં આના વિશે કહેવામાં આવ્યું છે કે ચિકિત્સાના અભાવમાં એક્યુટ લ્યુકેમિયાના મોટા ભાગના રોગીઓને પાંચ અઠવાડિયાંનું જ આયુષ્ય હોય છે. તેમાં વધતી જતી ઉંમર, લ્યુકોસાઇટનું પ્રમાણ ઊંચું, નિદાનના સમય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થયેલી અસરો વગેરે જોઈને લક્ષણ ઓળખી શકાય છે.

વિવિધ પ્રકારનાં સ્ટેજમાં 30 મહિનાનું સ્ટેજ પણ માનવામાં આવે છે અને 13 મહિનાની અવધિ – સમય હોય છે. લ્યુકેમિયા આયુર્વેદની દષ્ટિએ જીર્ણ જ્વર અને પુનરાર્તક જ્વર છે અને તેમાં પ્લીહદોષ લક્ષણ રૂપમાં જોવા મળે છે. એટલે આયુર્વેદની દષ્ટિએ તેની ચિકિત્સા જીર્ણ જ્વરનાં ચિકિત્સાસૂત્રને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ.

જીર્ણ જ્વરમાં દૂધ અને ઘી બન્ને શ્રેષ્ઠ આહાર અને ઔષધ છે. ગિલોય શ્રેષ્ઠ ઔષધ છે. જીર્ણ જ્વરમાં રોગીને બકરીના દૂધ પર રાખીને વર્ધમાન પિપ્પલી યોગ આપીને સફળ ચિકિત્સા કરી છે. વર્ધમાન પિપ્પલીમાં 1થી 3 પિપ્પલી 10 દિવસ સુધી વધારી 10થી 30 પિપ્પલી 11 દિવસ સુધી તેટલા પ્રમાણમાં આપી 1રમા દિવસે ઘટાડાના ક્રમથી પ્રતિદિન 1થી 3-3 પિપ્પલી ઓછી કરી દેવી જોઈએ. એક કપ દૂધ અને એક કપ પાણીમાં પિપ્પલી ધીમા તાપે ઉકાળવી. જ્યારે પિપ્પલી મુલાયમ થઈ જાય ત્યારે નીચે ઉતારી લઈને પિપ્પલી ચાવીને ખાઈ જવી જોઈએ, ત્યાર પછી દૂધ પીવું જોઈએ. આ યોગમાં બકરીનું દૂધ જ ઉપયોગમાં લેવું જોઈએ. જો રોગીની પાચક શક્તિ ઠીક હોય તો જ દૂધ સાથે ભાત આપી શકાય. ફળોમાં પપૈયું, કાળી સૂકી દ્રાક્ષ, દાડમ અને સફરજન આપી શકાય. આ રીતે ર0 દિવસનો પ્રયોગ કરવો. જો જરૂરી લાગે તો ફરી એક વાર ર0 દિવસનો પ્રયોગ કરવો. આ સમયમાં વ્યાધિ ઠીક થઈ જાય છે અને પછી જરૂરી લાગે તો સંશમની વટી ર-ર ગોળી ત્રણ વાર અને ગિલોય સત્ત્વ 1/4 ગ્રામ ત્રણ વાર મધ સાથે આપવું. પ્રયોગ પછી લાંબા સમય સુધી આ પ્રયોગ કરી શકાય છે. પિપ્પલી શીઘ્ર શુભ અને અશુભ ફળ આપનારી છે એટલે રોગોમાં શીઘ્ર ફલદ છે.

લ્યુકેમિયાના કોઈ પણ પ્રયોગ માટે બકરીનું દૂધ જ શ્રેષ્ઠ છે. આ દૂધ વાત-પિત્તશામક, રક્તદુષ્ટિને દૂર કરવાવાળું જીવનીય-મધુર-સંતપર્ણા-રસાયન કહેવામાં આવે છે. બકરીનું દૂધ બધી જ રીતે યોગ્ય છે.

લ્યુકેમિયા અથવા બ્લડ કેન્સર આજકાલ ચિકિત્સકો માટે એક સતત વધતો રહેલો ગંભીર રોગ છે. એમાં આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાન રાખીને ચિકિત્સા કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે.