લો, હવે રાજ્ય સરકારો વિનંતી કરી રહી છેકે, મજૂરો- કામદારો પોતાના ગામ પાછા ના જાય.. તેમને નોકરી સહિતની તમામ સુવિધા આપવા સરકારીતંત્ર તૈયાર છે.. 

 

         કોરોનાને કારણે લોકડાઉન કરવું પડ્યું એટલે તમામજન- -જીવન ટપ થઈ ગયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, બિહારના મજદૂરો દેશના જુદા જુદા વિસ્તારોમાં જઈને પોતાની- રોજી રોટી કમાતા હતા. પરંતુ કોરોના અને લોકડાઉન ને તેમને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. તેમની નોકરીઓ બંધ થઈ. તેમને ખાવા- પીવા અને રહેઠાણની તકલીફો પડવા માંડી. . તેઓ સાવ નિરાધાર પરિસ્થિતિમાં મૂકાઈ ગયા. તેમને પોતાના ઘરે જવું હતું. પોતાના પરિવાર સાથે રહેવું હતું. દિલમાં કોરોનાનો ભય પેસી ગયો હતો. સરકાર જરૂરી સાર- સંભાળ લઈ શકતી નહોતી. પરંતુ પાછા પણ કેવીરીતે જાય.. ટ્રેનો, બસ બધું  જ બંધ હતું. દિલ્હી અને હરિયાણા  અને બિહારના વતની કામદારો તો પોતાનો સામાન માથે ઊપાડીને 400- 500 કિ. મી.નું અંતર પગપાળા કાપીને ઘરે જવા માંડયા હતા. જે લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોમાં અટવાયા હતા , તેમને માટે એપ્રિલના આખરી સપ્તાહમાં સરકારે ખાસ સ્પેશ્યલ ટ્રેન અને બસની વ્યવસ્થા કરી હતી . તેમને તબક્કાવાર તેમના રાજ્યમાં પરત મોકલવ3ામાં આવ્યા હતા. હવે ઉદ્યોગોિક એકમોને પોતાના કારખાના કે ફેકટરી શરૂ કરવા હોય તો તેમની પાસે પૂરતા કામદારો નથી. હવે ઉદ્યોગપતિઓને તેમનું કામકાજ શરૂ કરવું હોય તો મુશ્કેલી થાય છે એટલે તેઓ સરકારના મજૂરોને પરત મોકલવાના નિર્ણયથી નારાજ થયા  છે. દેશના નાના- મોટા સહેરોમાં 85 ટકા ઔદ્યોગિક એકમો બંધ છે, શરૂ નથી થઈ રહ્યા. હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હિયાણાની રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર મજૂરોને વિનંતી કરી રહી છેકે, તેો પોતાના વતન પરત ના જાય . તમને બધી જ સુવિધા આપવામાં આવશે. જે મજૂરો બાકી રહ્યા છે , તેમને પાછા જતા રોકવાની તજવીજ થઈ રહી છે.