લો, હવે નવોદિત અભિનેત્રીઓને કાર્તિક આર્યન સાથે ડેટ પર જવું છે…

0
1475

આજકાલ  સોહામમો યુવાન અભિનેતા કાર્તિક આર્યન સહુનો માનીતો બની રહ્યો છે. પ્યાર કા પંચનામા, સોનુકે ટીટુ કી સ્વીટી ્ને લુકાછુપી – જેવી ફિલ્મોને પ્રક્ષકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મોમાં કાર્તિક આર્યનના અભિનયની પણ બહુ તારીફ કરવામાં આવી હતી. કાર્તિકને નવી હીરોઈનો સતત પસંદ કરી રહી છે. તેમને કાર્તિક પ્રત્યે ક્રશ હોવાનું પણ તેઓ જાહેરમાં સ્વીકારી રહી છે. સારા અલી ખાને પણ એક ઈન્ટરવ્યૂમાં પોતે કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા ઈચ્છે છે એમ કહ્યું હતું. ચન્કી પાંડેની પુત્રી નવોદિત અભિનેત્રી અનન્યા પાંડે પણ અગાઉ આવું કહી ચુકી છે. અનન્યા અને સારા અલી ખાન- બન્ને હાલમાં કાર્તિક સાથે એક એક ફિલ્મમાં હીરોઈનની ભૂમિકા ભજવી રહી છે. હવે બોલીવુડમાં ફિલ્મ મલાલથી એન્ટ્રી કરનાર જણીતી નિર્માતા – નિર્દેશક સંજય લીલા ભમશાલીની ભાણેજ શર્મિન સહેગલ પણ કાર્તિક પર મોહી છે. એક કાર્યક્રમમાં શર્મિને જણાવ્યું હતું કે, જો મને કાર્તિકને કંઈ પૂછવાની તક મળશે તો હું એને સોથી પહેલાં એક જ સવાલ કરીશ કે, તું મારી સાથે ડેટ પર આવીશ?મલાલ નામની ઇલ્મમાં શર્મિનના ્ભિનયની પ્રશંસા થઈ છે પણ ચિકિટબારી પર આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો નથી. મલાલમાં શર્મિને જાવેદ જાફરીના પુત્ર સાથે હીરોઈનની ભૂમિકા ભજવી છે.