લો, હવે એટર્ની જનરલ વેણુ ગોપાળે્ ફેરવી તોળ્યું … હવે તેઓ કહે છેકે, રાફેલ યુધ્ધ વિમાનના સોદા બાબતના દસ્તાવેજો સુરક્ષા મંત્રાલયમાંથી ચોરાયા નથી.

0
988

સુપ્રીમ કોર્ટમાં આ અગાઉ એટર્ની જનરલ વેણુ ગોપાલે એવી રજૂઆત કરી હતી કે, સુરક્ષા મંત્ર્યાલયમાંથી રાફેલ અંગેના મહત્વના દસ્તાવેજોની ચોરી થઈ છે. હવે તેમણે એ અંગે જુદુ નિવેદન કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા મંત્ર્યાલયમાંથી રાફેલના દસ્તાવેજોની ચોરી કરવામાં આવી નથી. પરંત અરજીદારોએ પોતાની પિટિશનમાં મૂળ દસ્તાવેજના કાગળોની કોપી -ઝેરોકસનો ઉપયોગ  કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જયારે સરકાર તરફથી એવું નિવેદન કરવામાં આવ્યું કે રાફેલના દસ્તાવેજો ચોરાઈ ગયા છે, અને એ દસ્તાવેજોને આધાર માનીને કે એને લક્ષમાં લઈને અદાલત કશો નિર્ણય કરી શકે નહિ. આવા નિવેદન બાદ વિપક્ષોએ સરકાર પર ટીકાઓનો મારો ચલાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાફેલ સોદા પર આપેલા પોતાના ચુકાદાની સામે એ અંગે પુનઃ વિચારણા કરવાની માગ કરતી અરજી યશવંત સિંહા, અરુણ શૌરી વગેરે અરજદારો દ્વારા કરવામાં આવી હતી. જેના પર અદાલતે સુનાવણી હાથ ધરી હતી. હવે આગામી 14મી માર્ચના સુનાવણની તારીખ નક્કી કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.