લો, મુંબઈના સિંધિયા હાઉસમાં ભીષણ આગ લાગી, આ જ મકાનમાં ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટની ઓફિસો છે, આ જ ઓફિસોમાં પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના કેસની ફાઈલો પણ હતી…..!!!!

0
848
Reuters

મુંબઈસ્થિત સિંધિયા હાઉસમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર છે. આ મકાનમાં આવકવેરા ખૈાતાની મહત્વની ઓફિસો પણ આવેલી છે. આ મકાનમાં લાગેલી આગમાં આવકવેરા ખાતાના કેટલાક અધિકારીઓ પણ ફસાઈ ગયાના અહેવાલે મળી રહ્યા છે. આગ મકાનના ત્રીજા માળ પર લાગી છે.  ત્રીજા માળે આવકવેરા ખાતાની ઓફિસો આવેલી છે્. આ ઓફિસોમાં જ પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને આઈપીએલ મેચ ફિક્સિંગ સાથે સંકળાયેલા લલિત મોદી તેમજ બેન્કોના કરોડો રૂપિયાની ઉચાપત કરનારા વિજય માલ્યાના કેસની ફાઈલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આગને બુઝાવવા માટે ફાયરબ્રિગેડ વિ્ભાગ તનતોડ મહેનત કરી રહ્યો છે. હજી નુકસાન અંગે કશી અધિકૃત જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. આગ સાંજના 4 થી 5 વાગ્યાના સમયમાં લાગી હોવાની માહિતી મળી હતી, પણ આગ લાગવાનું કારણ જાણી શકાયું નહોતું.