લોન્ગ આઇલેન્ડ સિનિયર સિટિઝન ફોરમમાં આરોગ્યલક્ષી વાર્તાલાપ યોજાયો

0
884

લોન્ગ આઇલેન્ડઃ લોન્ગ આઇલેન્ડ સિનિયર સિટિઝન ફોરમની જૂન માસની સભા 17મી જૂનના રોજ રવિવારે યોજાયેલી, જેમાં રાબેતા મુજબ અન્નદાન ભેગું કરાયું હતું. સૌ સભ્યોએ વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી એક મિનિટ ધ્યાન કર્યું હતું.
આ માસના વક્તા ડો. સૈયદ હતા. તેઓ ઇન્ડિયાના નિઝામ કુટુંબમાંથી આવે છે. તેઓએ તેમનો મેડિકલ અભ્યાસ ભારતમાં અને કોલમ્બિયા યુનિવર્સિટીમાં કર્યો છે. બકુલભાઈએ તેમનો પરિચય આપતાં તેમની અનેકવિધ પ્રતિભાનો ખ્યાલ આપ્યો હતો. હાલ ડો. સૈયદ ન્યુ યોર્કની અનેક હોસ્પિટલો સાથે સંકળાયેલા છે અને તેમણે તેમની સેવાનો ઉલ્લેખ કર્યો હતો. હેલ્થ વિશેના તેમના ઊંડા અને તલસ્પર્શી જ્ઞાનનો આજે સૌ સિનિયરોને લાભ મળવાનો છે તે જાણી સૌને આનંદ થયો. જુલાઈ માસમાં આઠમીના રોજના પર્યટનની અને 22મીના રોજ થનારી ન્ત્ઞ્લ્ની પિકનિકની માહિતી વિજયભાઈએ આપી હતી. બકુલભાઈએ ‘ફાધર્સ ડે’ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો તેની વિસ્તૃત સમજ આપી હતી.
ત્યાર પછી સભ્યોની જૂન માસમાં આવતી લગ્નતિથિની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી. જન્મતિથિની ઉજવણી વખતે આ માસમાં મહારાણા પ્રતાપ, જેઓ મુગલો સામે વીરતાથી લડ્યા તેમની જન્મતિથિ (16 જૂન) અને ફોરમના કન્વીનર જયંતીભાઈએ હિન્દુ-મુસ્લિમની એકતાના પુરસ્કર્તા સંત કબીરની જન્મતિથિ (જૂન 28)ના રોજ આવતી હોવાથી તેમને ભાવપૂર્વક યાદ કર્યા હતા.
વિજયભાઈએ જીવનમાં સત્કર્મો કરવાની પ્રેરણા આપતો દુહો ગાઈ સભાનું મનોરંજન કરાવ્યું હતું. ફોરમના કન્વીનર જયંતીભાઈએ 85 વર્ષ પૂરાં કર્યાં હોવાથી તેની ઉજવણી સભ્યોએ દબદબાપૂર્વક કરી હતી.
ડો. સૈયદસાહેબે તેમના પ્રવચનમાં માનવીનું શરીર એક ભગવાનનું મંદિર છે અને તેને સ્વસ્થ રાખવું એ આપણી ફરજ છે, શરીરને નીરોગી રાખવા માટે નિયમિત વ્યાયામ તથા યોગ્ય આહાર પર ભાર મૂક્યો હતો. ખોરાકને દવા રીતે અને દવાને ખોરાક માની તેનો ઉપભોગ કરવો જોઈએ. યોગ્ય આહારથી ઘણા રોગોને કાબૂમાં લઈ શકાય છે. ખોરાકમાં તેલ, ખાંડ અને મીઠાનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. હિમાલયન સોલ્ટ વાપરી શકાય. સ્ર્ષ્ટફૂશ્રઁર્ફુી જેવા ખાંડના પર્યાયો, મધ વગેરે હાનિકર્તા છે માટે તેનો ઉપયોગ બંધ કરવો જોઈએ.
જન્મતિથિથી ગણાતી ઉંમર અને વાસ્તવિક શારીરિક ઉંમરનો ભેદ સમજાવતાં તેમણે કહ્યું કે 50 વર્ષે માણસ 75 વર્ષનો હોય તેમ વર્તે અને 85 વર્ષે માણસ 72નો હોય તેમ બને.
ત્યાર પછી તેમણે સભ્યોના ડાયાબિટીસ, બ્લડશુગર અંગેના પ્રશ્નોના ઉત્તર આપી પ્રવચનને વિરામ આપ્યો હતો. આવા બહુશ્રુત વિદ્વાન વક્તાનો લાભ મળવાથી સભ્યોએ તાળીઓના ગડગડાટથી સભાખંડને ગજવી મૂક્યો હતો. અંતમાં હરીશભાઈએ આભારવિધિ કરી હતી

(અહેવાલઃ જયંતીભાઈ શાહ, કન્વીનર, લોન્ગ આઇલેન્ડ સિનિયર સિટિઝન ફોરમ)