લોકસભા બાદ રાજ્યસભામાં 124મું સંવિધાન સંશોધન વિધેયક પસાર કરાયું – સવર્ણોનો  10 ટકા અનામત મંજૂર

0
808

લોકસભામાં 10 ટકા અનામત સવર્ણોને આપવાના બિલને લોકસભામાં બહુમતીથી પસાર કર્યા બાદ આજે રાજ્યસભામાં આ વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં આ બિલ પર આશરે 8 કલાક સુધી ચર્ચા કરવામાં આવી હતી. એનડીએના સાથી પક્ષો સિવાયના તમામ વિરોધી પક્ષોએ આ બિલની ચર્ચા કરતી વખતે કેન્દ્ર સરકારને જાતજાતના વાંધા- વચકા કાઢતા સવાલો પૂછ્યા હતા. પરંતુ ચર્ચા પૂરી થયા બાદ આ બિલને માટે મતદાન કરવામાં આવ્યું ત્યારે વિપક્ષોના સભ્યોએ  એની તરફેણમાં મતદાન કર્યું હતું. 165 સભ્યોએ બિલની તરફેણમાં અને 7 સભ્યોએ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. બહુમતીથી બિલ પસાર થયા બાદ હવે તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ કાનૂન મંત્રાલયને એની અધિકૃત કરશે , ત્યારબાદ આ બિલ કાનૂન તરીકે માન્યતા પ્રાપ્ત કરશે. સવર્ણોને 10 ટકા અનામત ( આરક્ષણ) આપવાની આ વ્યવસ્થા રાજય સરપકારની નોકરીઓમાં તેમજ કોલેજોમાં પણ લાગુ થશે. રાજ્યસભામાં બહુમતીથી આ બિલ પસાર કરાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને કહ્યું હતું કે, સંસદના બન્ને ગૃહોમાં આ બિલ પસાર કરવામાં આવ્યું એ સામાજિક ન્યાયનો વિજય છે.