લોકસભામાં સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાનના મર્યાદાહીન , વિવેકહીન અને શરમજનક એ શોભનીય વિધાનોને કારણે લેાકસભાના તમામ સભ્યોનો રોષ- આક્રોશ ને વિરોધ

0
835

ઘટના 25મી જુલાઈ, 2019ના સંસદ ગૃહમાં બનવા પામી હતી. સપાના નેતા આઝમ ખાન પોતાનું વકતવ્ય આપી રહ્યા હતા. ભાજપના સાંસદોને ઉદે્શીને તેઓ શાયરી બોલી રહ્યા હતા, ત્યારે લોકસભામાં તત્કાલીન સ્પીકરની કાર્યવાહી સંભાળતા – સ્પીકરની ચેર પર બેઠેલા રમાદેવીએ તેમને કહ્યું હતુંકે, તેો આમતેમ જોયાવગર , માત્ર સ્પીકર તરફ નજર રાખીને વકતવ્ય આપે. સપાના નેતા આઝમ ખાને સ્પીકર રમાદેવીને જવાબ આપતાં અભદ્ર , અશોભનીય અને મહિલા  માટે અપમાનજનક વિધાન કર્યું હતું. આઝમ ખાને કહ્યું હતું કે, મૈં તો આપ કો……..( ભારતની સંસદ અને સંસદસભ્યોની ગરિમા જાળવવા તેમજ મહિલાઓ માટે વિશેષ આદર હોવાથી સપાના નેતા આઝમખાને રમાદેવી માટે સંસદમાં તેમને સંબોધીને કરેલાં વિધાનો અઙીં રજૂ કર્યા નથી..) 

   સપાના નેતાના આવા વિવેકહીન અનુે શરમજનક વિધાનોનો સપાના નેતા અને યુપીના ભૂતપૂર્વ મુખ્યપ્રદાન અખિલેશ ૟ાદવે બચાવ કર્યો હતો. તેમના વિધાનથી સંસદ- સભ્યો સ્તબ્ધ બની ગયા હતા. ભાજપના નેતા અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની અને કાનૂન પ્રધાન રવિશંકર  પ્રસાદે આઝમખાનને તાત્કાલિક સંસદમાંથી સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. ભાજપના સંસદસભ્યોની સાથે સાથે અન્ય રાજકીય પક્ષોના કેટલાક સભ્યોએ પણ આઝમ ખાનના નિવેદનનો વિરોધ કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિરંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ મહિલાઓના અપમાનનો વિરોધ કરે છે. ચૌધરીએ આ મામલાને સંસદીય સમિતિને મોકલવાની માગણી કરી હતી. 

   આઝમખાનના આ નિવેદનને લઈને લોકસભામાં થઈ રહેલા ભારે વિરોધ વચ્ચે લોકસભાના સ્પીકરે કહ્યું હતું કે, તેઓ તમામ પક્ષના નેતાઓ સાથે  આવિષય પર ચર્ચા કરીને, સહુનો મત જાણીને નિર્ણય લેશે. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, તેમની 7 વરસની સંસદીય કામગીરીની અવધિ દરમિયાન આજ દ્િન સુધી કોઈ પુરુૃષે સંસદગૃહમાં આપ્રકારની હરકત કરી નથી. આ માત્ર મહિલાઓનું નહિ, પણ પુરુષોનું પણ અપમાન છે. તેમણે આક્રમક શૈલીમાં વકતવ્ય આપતાં જણાવ્યું હતું કે, લોકસભા કોઈ એવી જગ્યા નથી કેજયાં પુરુષો કોઈ મહિલાની આંખમાં જોવા માટે ત્યાં જાય છે. સમગ્ર દેશ આ જોઈ રહ્યો છે,…સંસદમાં કેવીરીતે એક મહિલાનું અપમાન કરવામાં આવે છે…સંસદમાં વાતચીતનો વિશેષાધિકાર હોય છે, પરંતુ આવું બેહૂદગીભર્યું વર્તન કરવા બદલ આકરાં પગલાં લેવામાં આવવા જોઈે. આવું ખરાબ વર્તન કરવા સામે પોલીસનું સંરક્ષમ પમ માગવામાં આવે છે. આવી વિવકહીનતાને ચૂપચાપ બેસી રહીને સાંખી શકાય નહિ..કેન્દ્રીય નેતા અને નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે પણ આઝમ ખાનના નિવેદનની નિંદા કરી હતી. 

          લોકસભાના  કારોબારી સ્પીકર રમાદેવી પર ચિપ્પણી કરીને આઝમ ખાન જોરદાર રીતે ફસાઈ ગયા છે. આ બાબત સર્વપક્ષીય ચર્ચા કર્યા બાદ લોકસભાની સ્પીકર ઓમ બિરલાએ ઝમાવ્યું હતું કે. સપાના સાંસદ આઝમ ખાને સંસદમાં રમાદેવીની માફી માગવી જોઈે. જો આઝમ ખાન માફી નહિ માગે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકસભામાં તમામ રાજકીય પક્ષોના સભ્યોએ આઝમ ખાન સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જુદા જુદા પક્ષોના અગ્રણી નેતાઓનું માનવું છેકે, દેશના તમામ લોકોમાં એવો સંદેશ જવો જોઈએ કે, મહિલાઓની ગરિમા અને સન્માનને ઠેસ પહોંચાડનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહિ