લોકસભામાં વિપક્ષોને રોકડું પરખાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0
1067

સંસદમાં બજેટ સત્ર દરિમયાન ભારતના રાષ્ટપતિ કોવિંદના અભિ ભાષણ બદલ આભારની લાગણી પ્રગટ કરવા માટે સંસદમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનને રોકવાનો તેમજ વારંવાર સૂત્રોચ્ચાર કરીને અવરોધ પેદા કરવાનો પ્રયાસ કુશળ વક્તા મોદીએ નિષ્ફળ બનાવ્યો હતો. વિરોધ પક્ષના કોલાહલ અને ધમાલની લેશ માત્ર પરવા કર્યાવિના મોદીએ ખૂબ જ સ્વસ્થતાથી કોંગ્રેસની સરકારની નીતિઓની ટીકા કરી હતી. કોંગ્રેસ સરકારે ભૂતકાળમાં કરેલી ભૂલો તેમણે ગણાવી હતી. મોદીએ કોંગ્રસ સહિતના વિપક્ષોને સણસણતો જવાબ આપતાં કહ્યું હતું કે, તમે જેટલો કીચડ ઉછાળશો , તેટલું કમળ વધુ ખીલશે.

વડાપ્રધાન મોદીના ધન્યવાદ પ્રવચન દરિમયાન અનેકવાર સંસદસભ્યોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવીને વિરોધ પક્ષોને ચૂપ કરી દીધા હતા!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here