
રાફેલના મામલામાં સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ પણ વિરોધપક્ષો દાળમાં કશું કાળું હોવાનો આલાપ કરી રહ્યા છે. રાફેલ યુધ્ધ વિમાનના સોદા બાબત જેપીસી દ્વારા તપાસની માગણી કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે. અન્નાદ્રમુક તેમજ તેલુગુદેશમ પક્ષો પણ વિવિધ વાંધાઓ રજૂ કરીને , નારેબાજી અને સૂત્રોચ્ચાર કરીને લોકસભાની કામગીરી અટકાવી દીધી હતી. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરીને એનડીપીના સભ્યોએ હાથમાં તખ્તીઓ લઈને દેખાવો કર્યા હતા. આથી સ્પીકરે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.