

સતત બે સપ્તાહથી લોકસભામાં વિપક્ષના સંસદસભ્યો અરાજકતાનું નિર્માણ કરી રહ્યા છે. ગૃહનું કામકાજ ચાલતું નથી. ગૃહમાં અશાંતિ અને શોરબકોરને કારણે ગૃહના અધ્યક્ષ સુમિત્રા મહાજન વારંવાર બેઠક મોકૂફ કરવી પડે છે. બુધવારે પણ લોકસભામાં અંધાધૂંધ પરિસ્થિતિ જોઈને સુમિત્રા મહાજને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો લોકસભા- ગૃહમાં વિરોધ અને ધમાલ બંધ કરવામાં નહિ આવે તો બજેટ સત્રને અધવચ્ચે જ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની તેમને ફરજ પડશે. સવારે સદનમાં પ્રશ્નોત્તરીની કાર્યવાહીનો આરંભ થયો તેસાથે જ સભ્યોએ નારેબાજી શરૂ કરીને ઘોંઘાટ મચાવવાનો આરંભ કરી દીધો હતો. આથી સભ્યોને ચીમકી આપતાં સુમિત્રા મહાજને કહ્યું હતું કે, તમે સહુનો સમય બરબાદ કરી રહ્યા છો. . આ પ્રકારનું નિવેદન લોકસભાના સ્પીકરે કર્યું ત્યારબાદ પણ ધમાલ બંધ થઈ નહોતી એટલે સુમિત્રા મહાજને ગૃહનું કામકાજ મોકૂફ કરી દીધું હતું.