લોકસભાની 2019માં યોજાનારી ચૂંટણી પહેલાં  રામજન્મભૂમિ- બાબરી મસ્જિદ વિવાદનો ચુકાદો  આવે તેવી સંભાવના બહુ ઓછી છે. ……

0
756

…..લોકસભાની ચૂંટણીની પહેલાં દેશના સૌથી જટિલ વિવાદ રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ કેસમાં ચુકાદો આવે તેવી સંભાવના બહુ ઓછી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સપ્તાહમાં 3 વખત મળે છે અને સુનાવણીની કાર્યવાહી ચાલે છે. આમ પણ જાણકારોને  એ વાતની ખબર જ છે કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચની પાસે આ કેસની સુનાવણી માટે માત્ર 36 દિવસ જ મળનાર છે. જે કદાચ આ વિશિષ્ટ કેસની સુનાવણી માટે પૂરતા નહિ થાય,. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ રચેલી બંધારણીય ખંડપીઠમાંથી જસ્ટિસ યુ યુ લલિતે પોતાની જાતને બાકાત કરી દીધા પછી નવી પરિસ્થિતિ ઊબી થઈ છે. આથી ચીફ જસ્ટિસે આ કેસની સુનાવણી માટે 29 જાન્યુઆરીની તારીખ જહેર કરી હતી. હવે નવી બેન્ચની રચના કરાશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના જણાવ્યા અનુસાર, આ મામલામાં કુલ 88 લોકોની જુબાની લેવામાં આવશે. આ મામલા સાથેો સંબંધિ્ત 257 દસ્તાવેજો રજૂ કરવામાં આવશે. આ દસ્તાવેજો 13,860 પાનામાં  છે. મૂળભૂત રેકોર્ડિગ 15 બંડલોમાં છે. કેટલાક દસ્તાવેજ હિન્દી, અરબી કે ગુરુમુખી અને ઉર્દૂમાં છે. આ કેસની રજૂઆતને વારંવાર ટાળવામાં આવતી હોવાથી કેસને તારીખ પર તારીખ, તારીખ પર તારીખનો સામનો કરવો જ પડશે. આથી આ કેસને વારંવાર મુદત આપવામાં આવતી હતી.