લોકસભાની સ્થાયી સમિતિનું  ફરમાનઃ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ પૂછપરછ માટે અમારી સમક્ષ હાજર થાય..

0
704

સંસદની નાણાકીય બાબતો અંગેની સ્થાયી સમિતિએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અઘિકારે તેમજ બન્કિંગ પધ્ધતિમાં નાણાકીય વિનિમયન સાથે સંબંધિત બાબતો અંગે જાણકારી પ્રાપ્ત કરવાના ઉદે્શથી આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને હાજર થવાનું ફરમાન કર્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. મંગળવારે 17મી એપ્રિલે કોંગ્રેસના નેતા એમ. વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળ સમિતિએ નાણાકીય કામગીરી સંભાળતા નાણાં સચિવ રાજીવકુમારની પૂછપરછ કરી હતી.આ સ્થાયી સમિતિએ આગામી 17મેના ઉર્જિત પટેલને હાજર થવાનો  આદેશ આપ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી બેન્કના નાણાકીય ગોટાળાઓના કિસ્સાઓ વારંવાર બહાર આવતા હોવાથી આ બાબત ગવર્નરની પૂછપરછ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજવકુમારની પૂછપરછ કરી રહેલી સમિતિમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો પણ સમાવેશ થયો હતો.