લોકસભાની ચૂંટણી લડી રહેલી તમામ રાજકીય  પાર્ટીઓને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ -દેશની સર્વોચ્ચ અદાલતનો આદેશ – 30મી મે, 2019 સુધીમાં તેમને ઈલેકટોરલ બોન્ડના રૂપે મળેલી રકમની જાણકારી આપે

0
166

 

અદાલતે આદેશ આપ્યો છે કે, ઉપરોકત જાણકારી સિલસિલાબંધ કવરમાં ઈલેકશન કમિશનને પહોંચતી કરે. સુપ્રીમ કેોર્ટે સરકારની ઈલોક્ટોરલ બોન્ડ સ્કીમ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એડીએમ, -એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, કોમન કોઝ અને સીપીએમની પિટિશન પર 15મી એપ્રિલે સુનાવણી  કરવામાં આવશે. ઈલેકશન કમિશનની હસ્તગત રહેશે તમામ માહિતી. ઈલેકશન કમિશન એના પર દેખરેખ રાખશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીઓને ઈલેક્ટોરલ હેન્ડના રૂપમાં મળેલાં નાણાં, એ નાણાં આપનારા દાતાનું નામ અને એના બેન્ક એકાઉન્ટ સંબંધી માહિતી, તારીખો આદિનું વિવરણ આપવું પડશે