લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને શિવસેનાનું જોડાણ – આપસના મતભેદો ભૂલાવીને  ચૂંટણી માટે સમજૂતી

0
694

 

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા બાળાસાહેબ ઠાકરે હયાત હતા ત્યારે દરેક રાજકીય પક્ષશિવસેના સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખતાં ગભરાતો હતો. દરેક રાજકીય પક્ષને બાળાસાહેબની પ્રતિભાનો ભય લાગતો . મુંબઈમાં તો શિવસેનાનું જાણે એકચક્રી શાસન પ્રવર્તતું હતું. મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાનું આઘિપત્ય હતું. સમગ્ર મહારાષ્ટ્રના શહેરો અને વિવિધ જિલ્લાઓના ગામોમાં શિવસેનાનું પ્રભુત્વ હતું. ભાજપ સગદત અટલબિહારી વાજપેયીના સમયથી શિવસેના સાથે ચૂંટણી જોડાણ કરે  છે. અનેક વખત મતભેદો સર્જાતા રહ્યા છે. રાજયકક્ષાઓ પણ ભાજપ- શિવસેનાએ સહિયારી સરકાર રચી છે. આમ છતાં શિવસેનાને ભાજપ સાથે અનેક બાબતોમાં વાંકું પડ્યું છે. આમ તો બન્ને રાજકીય પક્ષો હિંદુત્વની વિચારધારાના પુરસ્કર્તા છે. 2014માં એનડીએની સરકાર રચાયા બાદ બન્ને પક્ષો વચ્ચેના મતભ્દો જાહેરમાં દેખાવા માંડ્યા હતા. શિવસેના મહારાષ્ટ્રમાં ભાજપ સામે સતત આક્ષેપો કરતી હતી. ભાજપના પ્રમુખ અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને સિવસેનાના પ્રમઉક ઉધ્ધવ ઠાકરેએ પરસ્પર મળીને પરસ્પરના મતભેદો દૂર કર્યા હતા. મહારાષ્ટ્રના લાતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 28 મહિનાના સમયગાળા બાદ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. શિવસેના એના મુખપત્ર સામનામાં વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની નીતિઓ પર પ્રહાર કરતી રહી હતી. અમિત શાહે કહ્યું હતું કે, શિવસેના અને અકાળી દળે હંમેશા સારા અને નરસા સમયે ભાજપને સાથ- સહકાર આપ્યો છે. આપસના મનદુખને ભૂલી જઈને લોકહિત માટે આ પક્ષોએ એકમેકને સાથ આપ્યો છે. આ વખતે તો પરિસ્થિત વધુ વિકટ છે. ભાજપને પરાજિત કરવા માટે સથાનિક પક્ષો – રાજ્ય સ્તરના પક્ષો સાથે મળીને ગઠબંધન કરી રહ્યા છે. ભાજપ સત્તા પર ન આવે એજ તેમનો ઉદેશ છે. તેમની પાસે દેશના વિકાસની નવી કોઇ રૂપરેખા નથી. યુવાન માટે રોજગારી, ભ્રષ્ટાચારની નાબૂદી , ખેડૂતોની સ્થિતમાં સુધાર- કે દેશનો સર્વાંગી વિકાસ – એ ચૂંટમીનો મુખ્ય મુદો્ રહ્યો નથી. કોઈ પણ ભોગે એકમેકને હરાવવા જાતજાતની પ્રયુક્તિઓ અજમાવવામાં આવી રહી છે. રાજકીય પક્ષો પરસ્પર એકમેક પર આક્ષેપ- પપ્રતિ- આક્ષેપ કરી રહ્યા છે. પ્રચારસભામાં અને ભાષણોમાં અશોભનીય ભાષાનો છૂટથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશના ગૌરવ અને ગરિમાનું , લોકતંત્રની મર્યાદાનું કોઈ જતન કરતું નથી. હાલની પરિસ્થિતિ અતિ ગંભીર છે.  ભારતની જનતા ભલે મૌન હોય, પોતાનું મન કળવા ના દેતી હોય કે પ્રચાર- સભાઓમાં નારેબાજી કરતી હોય , પણ એને બરાબર એ વાતની ખબર છેકે પોતાનો મત એમે કયા ઉમેદવારને આપવો. ભાજપ અને શિવસેનાનું જોડાણ સમાન વિચારધારા ધરાવતા પત્રોનું જોડાણ છે, પરંતુ મહાગઠબંધનના શંભુમેળામાં એકમેકથી તદન વિપરીત વિચારસરણી ધરાવતા પક્ષો માત્ર નરેન્દ્ર મોદી સત્તારુઢ ના થાય એ માટે જાતજાતના પ્રયાસો કરી રહ્યા છે. સાચો ઉત્તર તો જનતાએ આપેલા મતનું પરિણામ ઘોષિત થશે ત્યારે જ મળવાનો.