લોકસભાની ચૂંટણી આવી રહી છે. રાજકીય પક્ષો  ઉત્સાહમાં છે. ભાજપને નરેન્દ્ર મોદીનાી મુલાકાતથી સકારાત્મક વાતાવરણ સર્જાવાની આશા…

0
741

 

વડાપ્રધાનનરેન્દ્ર મોદી ભારતીય જનતા પક્ષના સ્ટાર પ્રચારક ગણાય છે. તેઓ પ્રભાવશાળી વક્તા છે. હિન્દી  અને અંગ્રેજી બન્ને ભાષાઓ પર સરસ પ્રભુત્વ ધરાવે છે. પોતાના પ્રભાવશાળી અવાજ તેમજ તર્કપૂર્ણ દલીલોથી તેઓ લોકોના મન પર પ્રભાવ પાડીને પરિસ્થિતિ પોતાની તરફેણમાં કરી શકે છે. ભારતનાવિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓએ એ વાત પુરવાર પણ કરી છે. 2019ની ચૂંટણી છે ખેલ ખરાખરીનો. આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. આગામી ચૂંટણી દરમિયાન થોડાક મહિનાઓમાં નરેન્દ્રભાઈ ખૂબ જ વ્યસ્ત રહેશે. આગામી ઓકટોબર સુધીમાં તેઓ દેશના લગભગ તમામ રાજ્યોની મુલાકાત લેશે, તેઓ પોતાની સરકારે પ્રજા માટે શરૂ કરેલી લાભદાયી  યોજનાઓ અને સરકારના જન- હિતના કાર્યોની સહુને જાણ કરશે. તેઓ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની મુલાકાત લઈ ચૂક્યા છે. થોડાક સમય બાદ તેઓ પંજાબ અને ગુજરાત તેમજ પશ્ચિમ બંગાળની મુલાકાતે જવાના છે. પોતાની મુલાકાત દરમિયાન તેઓ સરકારી યોજનાઓથી જેમને ખરેખર લાભ થયો છે તેવા લોકોની સાથે વાતચીત કરશે. પોતે આમ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરીને આગામી ચૂંટણી માટે ભાજપને જ મત આપવાની જાહેર અપીલ કરશે. મોદીને હરાવવા માટે નાના મોટા પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષો એક થયા છે . આ બધાને પરાજિત કરીને ભાજપને વિજય અપાવવો એ નરેન્દ્રભાઈ મોદી માટે એક પડકાર છે.