લોકસભાની ચૂંટણીમાં  ભાજપના અનેક અગ્રણી નેતાઓને પાર્ટી ટિકિટ નહી આપે.. રથી- મહારથીઓને ઘર ભેગા કરાશે..

0
935

લોકસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ અનેક પીઢ અને અગ્રણી આગેવાનોને ચૂંટણીમાં ઉમેદવારી નહિ કરવા દે. જો કે આ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોષી,સહિત સંખ્યાબંધ વયોવૃધ્ધ નેતાઓને ઉમેદવારી કરવાની તક નહિ અપાય. ઉત્તરપ્રદેશમાં સાક્ષી મહારાજ સહિત ઓછામાં ઓછા બારેક સાંસદોને ફરીથી ચૂંટણીની ટિકિટ નહિ આપવામાં  આવે. પક્ષના આદરણીય નેતાઓ એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી બાબત હજી કશો નિર્ણય લેવામાં આવ્યો નથી. જો ઉપરોક્ત મહાનુભાવોને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ના કરવા દેવાય તો પક્ષે એમને અન્ય કશીક ગણાનાપાત્ર કામગીરી સોંપવી પડે. જેમાં તેમની અને પક્ષની- બન્નેની ગરિમા અને મર્યાદા જળવાય 2014ની ચૂંટણી બાધ ભાજપના વરિષ્ઠ નેતાઓને પક્ષના તેમજ રાષ્ટ્રના સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. તેમને માર્ગદર્શક મંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.