લોકસભાની ચૂંટણીની તારીખની અધિકૃત રીતે ઘોષણા કરાય તે પહેલાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી બધા રાજ્યોનો ચૂંટણી – પ્રવાસ કરી નાખશે.

0
702
REUTERS

 

REUTERS

સત્તાવાર સમાચાર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, કોંગ્રેસના રાષે્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સત્તાવાર રીતે લોકસભાની ચૂંટણીની તારીખ ઘોષિત કરાય તે અગાઉ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહથી લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવાનું શરૂ કરી દેશે. તેઓ યુપી, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત બધા પ્રદેશોમાં જનસભાઓને સંબોધશે. ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે તેમણે બધા રાજ્યોમાં પ્રદેશ- મહામંત્રીએ તેમજ પ્રદેશ અધ્યક્ષોની બેઠક બોલાવી હતી. કોેંગ્રેસે વેબસાઈટ દ્વારા લોકો પાસે તેમના સૂચનો માગ્યા હતા. બધાના પાસેથી સૂચનો માગવામાં આવ્યા છે. બધાના સૂચનો આવ્યા બાદ તેમની પાર્ટી ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે.