લોકસભાની ચૂંટણીના પરિણામોથી ગભરાઈ ગયેલા મમતા બેનરજી

0
891

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન તેમજ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી ને લેાકસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. ગત વરસે લોકસભાની 34 બેઠકો મેળવનારા મમતા દીદીને  આ વખતે પરાજય સહન કરવો પડયો છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને માત્ર 22બેઠકો જ મળી છે. ભાજપે તેમના વિજયના ગઢમાં જબરા ગાબડાં પાડી દીધા હતા. ભાજપે પ. બંગાળમાં 18 સંસદીય બેઠકો પર જીત હાંસલ કરી હતી. મમતા બેનરજી પ. બંગાળને પોતાનું એકમાત્ર સલામત રાજય સમજે છે, જેના પર તેઓ એકહથ્થુ શાસન ચલાવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટીએમસીના કાર્યકરો ભાજપ સામે હિંસક અથડામણો અને તોફાન કરતા હતા. ટીએમસીએ પૂરા પ. બંગાળમાં ભય અને દાદાગીરીનું સામ્રાજય જમાવી દીધું હતું. મમતા બેનરજીની આપખુદીથી સહુ કોઈ વાકેફ હોવા છતાં કોઈ કશો વિરોઘ કરી શકતુ નહોતુ. બંગાળમાં બેકારી, બેરોજગારી, ગરીબી સહિત અનેક જાતની સમસ્યાઓ વધતી રહી છે. આવી પરિસ્થિતિમાં ભાજપે પ. બંગાળમાં એકલેહાથે ટીએમસી સામે લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ભાજપે પ.બંગાળમાં લોકસભાની 18 બેઠકો પર વિજય મેળવ્યો હોવાથી હવે મમતા બેનરજને પોતાની સત્તા ચિનવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. આથી મમતા બેનરજીએ આ શનિવારે ચૂંટણીના પરિણામોની ચર્ચા કરવા માટે તેમના પક્ષના તમામ નેતાઓ તેમજ વિધાનસભ્યોની બેઠક તેમના નિવાસસ્થાને બોલાની હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here