લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું જૈફ વયે અવસાન

0
1045

ભારતની લોકસભાના માજી સ્પીકર સોમનાથ ચેટરજીનું કોલકાતાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન 89 વરસની વયે દુખદ નિધન થયું હતું. ગત રવિવારે કીડનીની બીમારીને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની તબિયત અતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હદયરોગનો હુમલો આવવાથી તેમનું અવસાન થયું હોવાનું હોસ્પિટલના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું ..