લોકસભાના નવા સ્પીકર બનશે રાજસ્થાનના સાંસદ ઓમ બિરલા – એનડીએ દ્વારા પસંદગીની મહોર..

0
933

રાજસ્થાન કોટા- બુંદી લોકસભાના સાંસદ ઓમ બિરલા દેશની લોકસભાની સ્પીકર પદ માટે એનડીએના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજસ્થાનની વિધાનસભામાં ઓમ બિરલા ત્રણ વાર વિધાયક તરીકે ચૂંટાયા હતા. રાજસ્થાનની વિધાનસભામાં તેઓ સક્રિય રહ્યા હતા. તેમને રાજસ્થાનની વિધાનસભામાંં નોંધપાત્ર કામગીરી બજાવવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. કોટા -બુંદી બેઠક પરથી તેઓ ચૂંટણી લડયા હતા અને વિજયી બન્યા હતા. ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે લોકસભાના સ્પીકર પદ માટે સત્તાવાર ઉમેદવાર તરીકે ઓમ બિરલાની પસંદગી કરી હોવાનું આધારભૂત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.