લોકશાહીને બચાવો, ભાજપને મત આપશો નહિ , ભાજપ અને તેમના સહયોગીઓને સત્તાથી બહાર કરોઃ જાણીતા પીઢ અભિનેતા નસીરુદી્ન શાહ સહિત રંગમંચ અને કલા વિશ્વ સાથે સંકળાયેલા કલા-કર્મીઓએ જાહેર જનતાને પત્રો પાઠવીને અપીલ કરી

0
1048

બોલીવુડના પીઢ અભિનેતા નસીરુદી્ન શાહ સહિત કલા- વિશ્વ સાથે જોડાયેલી 600થી વધુ હસ્તીઓએ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત નહિ આપવાની સાર્વજનિક અફીલ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રત્યેક કલા- કર્મીઓએ વ્યક્તિગત પત્ર લખીને લોકોને સાર્વજનિક અપીલ કરી હતીકે, તેઓ પોતાનો મત ભાજપને ન આપે, ભાજપને સત્તાની બહાર ફેંકી દે. આ પ્રકારની વિનંતી કરનારા મહાનુભાવોમાં નસીરુદી્ન શાહ, અમોલ પાલેકર, ગિરીશ કર્નાડ, એમ કે રૈના, ઉષાગાંગુલી વગેરેનો સમાવેશ થતો હતો. ગુરુવારે આ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. તેને કુલ 12 ભાષાઓમાં તૈયાર કરીને આર્ટિસ્ટ યુનાઈટેડ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યોછે. . પક્ષમાં લખવામાં આવ્યું હતું કે, ભાજપને કારણે ભારતના બંધારણ માટે જોખમ ઊભું થયું છે. આથી ભાજપને મત આપશો નહિ. ઉપરોક્ત પત્રમાં લખવામાં આવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણી દેશના ઈતિહાસમાં સૌથી ગંભીર ચૂંટણી છે. આજના સમયકાળમાં ગીત, સંગીત, નૃત્ય ,અભિનય, હાસ્ય- તમામ કલા પ્રકારો પર જોખમ તોળાઈ રહ્યું છે. સરકારે કલા સંસ્થાઓનું ગળું દબાવી દીધું છે. લોકશાહી વગર સવાલો, ચર્ચાઓ , અસહમતી ,મત- મતાંતરોને સજાગ વિપક્ષ કામ નથી કરી શકતા. હાલની સરકારે આ તમામ સ્વાયત્ત સંસ્થાઓને પૂરી તાકાતથી કચડી નાખ્યું છે. બંધારણનું રક્ષમ કરો, કટ્ટરતા, ઘૃણા, નફરતને સત્તામાંથી બહાર કરો. ઉપરોક્ત પત્રમાં શાંતા ગોખલે, મહેશ એલકુંચવાર, મહએસ દત્તાણી, અરુંધતી નાગ,કીર્તિ જૈન, કોંકણા સેન શર્મા, અભિષેક મજુમદાર, લિલેટ દુબે, મીતા વસિષ્ઠ , મકરંદ દેશપાડે, રત્ના પાઠક શાહ તેમજ અનુરાગ કશ્યપની સહીઓ છે.

   આ અગાઉ દક્ષિણના ફિલ્મ- જગતના સર્જકોએ પણ આવી અપીલ કરી હતી. સાઉથના ફિલ્મ  અને કલા-જગતના 100થી વધુ મહાનુભાવોએ ભાજપને મત નહિ આપવાની સાર્વજનિક અપીલ કરી હતી. આ અપીલમાં મલયાલમ ફિલ્મ નિર્દેશક આશિક અબુ, આનંદ પટવર્ધન, સુદેવન, દીપા ધનરાજ, પુષ્પેન્દ્ર સિંહ વગેરે ફિલ્મ- સર્જકો સામેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here