લોકપ્રિય હિલસ્ટેશન માઉન્ટઆબુ વિશે જાણીતા બિલ્ડર નરેન્દ્ર પટેલ દ્વારા પુસ્તક

અમદાવાદ: ગુજરાતીઓ માટે લોકપ્રિય હિલ સ્ટેશન એવા માઉન્ટઆબુની લાખો સહેલાણીઓએ મુલાકાત લીધી છે, પરંતુ આબુ વિશે કદાચ અનેક લોકો માહિતગાર ન હોય. ત્યારે અમદાવાદ સ્થિત જાણીતા રીયલ એસ્ટેટ ડેવલોપર નરેન્દ્ર પટેલે (NK-સન બિલ્ડર્સ) માઉન્ટ આબુ વિશે સુંદર ચિત્રો સાથે દળદાર પુસ્તક લખ્યું છે.
માઉન્ટ આબુની ઓળખ સામાન્યઃ અમદાવાદીઓમાં અલગ હોય. વિકેન્ડ ગાળવા- ઠંડી બીયર પીવા જેવા મુદ્દે મોટે ભાગે સહેલાણીઓ આબુ જતા હોય છે, પરંતુ માઉન્ટ આબુનાં ઐતિહાસિક, નૈસર્ગીક, ધાર્મિક મહત્વને નરેન્દ્ર પટેલે રજૂ કર્યુ છે. આબુ વિશેની ઝીણવટભરી માહિતી તેમણે આ પુસ્તક દ્વારા ચિત્રો સાથે રજૂ કરી છે.
મૂળ બાંધકામ ક્ષેત્રે કાર્યશીલ નરેન્દ્ર પટેલ કુદરતનાં ખોળે રમવા અને નૈસર્ગિક વાતાવરણને ખોજવા સતત પ્રવાસો કરે છે. માઉન્ટ આબુ સૌ કોઇની જેમ તેમનું પણ લોકપ્રિય હિલ સ્ટેશન છે. તેમની વારંવારની આબુની મુલાકાતો બાદ આ પુસ્તક લખવાનો તેમનો ઉદ્દેશ માઉન્ટ આબુ વિશે લોકો ફક્ત પ્રવાસન નહિં પણ અન્ય મજાનાં વિસ્તારોને પણ જાણે એ રહ્યો છે.
નરેન્દ્ર પટેલને આ પુસ્તક લખવા માટે શિરોહીનાં રાજવી મહારાજા શ્રી દૈવત િસંહજીએ તમામ સહાયતા પુરી પાડી હતી.
ધ આબુ ક્રોનિકલ્સ બુકનાં વિમોચન પ્રસંગે નરેન્દ્ર પટેલ સહિત તેમનાં ડોલી પટેલ, ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા, મુબઇ સ્થિત જાણીતા પત્રકાર-લેખક આશુ પટેલ, ઝેડકેડજ પબ્લીકેશનનાં મનીષ પટેલ, મહારાજા દૈવતિસંહજી સહિત શહેરનાં અગ્રણી ઉદ્યાગપતિઓ, પત્રકારો, વિવેચકો અને કળારસિકો ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here