લોકપ્રિય રામકથાકાર પૂ. મોરારીબાપુએ સાવરકુંડલા ખાતે કોરોનાની રસી લીધી… 

       

      ગોસ્વામી સંત કવિ તુલસીદાસજી રચિત રામગુણ-ગાથા- રામચરિત માનસની કથા દેશ- વિદેશમાં અતિ પ્રચલિત કરનારા અને રામાયણના અનન્ય કથાકાર સંત પૂ. મોરારીબાપુએ તાજેતરમાં સાવરકુંડલા ખોતે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં કોરોનાની રસી લીધી હતી.આ સમયે પૂ. બાપુએ કોરોના જેવી મહામારી સામે લડવા માટે સરકાર આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહભાગી થવાની લોકોને અપીલ કરી હતી. શેઠ લલ્લુભાઈ આગોગ્ય મંદિરના તબીઓ તેમજ ટ્રસ્ટીઓે પૂ. બાપુનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.