લોકડાઉન વચ્ચે અવકાશી નજારો માણવામાં વ્યસ્ત ખગોળપ્રેમીઓ

 

ભુજઃ લોકડાઉનનો સામનો કરી રહેલા લોકો ઘરમાં કઇ રીતે સમય પસાર કરવો તેની મૂંઝવણમાં છે ત્યારે કચ્છના ખગોળપ્રેમીઓ અવકાશી નજારો જોવામાં વ્યસ્ત રહ્યા છે. સ્ટારગેઝિંગ ઇન્ડિયાની યાદીમાં જણાવાયા મુજબ પહેલાં શુક્ર અને કૃતિકાની યુતિ, ત્યારબાદ સૌથી નજીક ચંદ્ર, બીજા દિવસે સુપરમૂન બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર અવકાશમાં આવી પહોંચ્યું હતું. ચંદ્ર અને ગુરુની યુતિ ખગોળપ્રેમીઓએ માણી હતી. હાલ વહેલી પરોઢે ત્રણ ગ્રહો એક કતારમાં ગોઠવાયેલા જોઇ શકાય છે. તેને સાથ આપવા ચંદ્ર પણ ગુરુની નજીક આવી ગયો હતો અને તા. ૧૬મીએ આવતીકાલે ચંદ્ર મંગળ નજીક જોઇ શકાશે. આ ઘટનાની ફોટોગ્રાફી સ્ટારગેઝિંગ ઇન્ડિયા સાથે જોડાયેલા અને ટ્રેકિંગ સાથે સંકળાયેલા મહેન્દ્રભાઇ ટાંકે કરી હતી તેમજ સંસ્થાએ અગાઉથી ખગોળપ્રેમીઓને જાણ પણ કરી હતી. આ ખગોળીય ઘટનાઓની વધુ વિગતો માટે નિશાંત ગોર મો. ૯૮૭૯૫ ૫૪૭૭૦ અથવા નરેન્દ્ર ગોર ‘સાગર’ મો. ૯૪૨૮૨ ૨૦૪૭૨નો સંપર્ક કરવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here