લોકડાઉન લંબાવવું છે કે નહિ : કેન્દ્ર સરકાર એનો નિર્ણય કરવાની સત્તા રાજયોને આપશે…

 

        ભારતમાં લોકડાઉનનો4થો તબક્કો 31મેના દિવસે સમાપ્ત થશે. ત્યારપછી કેન્દ્ર સરકારની રણનીતિ શું હશે તે અંગે અનેક લોકોના મનમાં જિજ્ઞાસા જાગે એ સ્વાભાવિક છે. લોકડાઉન લંબાવાઈ રહ્યું છે કેનહિ – તે અંગે હજી નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવી રહ્યું છેકે જેમ જેમ પરિસ્થિતિ નિયંત્રણમાં થતી જશે તેમ તેમ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને જવાબદારી સોંપશે. પોતાના રાજ્યમાં પરિસ્થિતિ કેવી છે, લોકો  અન તેમના ધંધા- રોજગારની કેવી હાલત છે, લોકોના જીવનને રાબેતા મુજબનું બનાવવા માટે કયા પ્રકારના પગલાં લેવા, શું ઉપાયો કરવા તે બધીજ બાબતો રાજ્ય સરકાર જ સારી રીતે વિચારી શકે- મૂળ હકીકતનો અંદાજ કાઢીને નિયમો બનાવી શકે આથી હવે કેન્દ્ર સરકાર લોકડાઉન ની સમય- અવધિ વધારવા બાબત તેમજ લોકાડૈઉનમાં લોકોને અને વ્યાવસાયિકોને શું છૂટછાટ આપવી તે અંગે રાજયોની સરકારો જ નિર્ણય લઈ શકે તે માટે ગંભીરતાથી વિચારી રહી છે. હવે પછીના લોકડાઉનના તબક્કામાં શું ફેરફાર કરવા તેનો નિર્ણય તેમને જ કરવો પડશે. કેન્દ્ર હવે ધીમે ધીમે એ અંગે પોતાની જવાબદારી સીમિત કરશે એવું માનવામાં આવી રહ્યું છે. 1લી જૂનની કેન્દ્ર સરકાર વધુ ટ્રેનો દોડાવવાનો અને વિમાન-ઉડ્ડયન સેવા વધારવાની નેમ ધરાવે છે. કેન્દ્ર સરકાર તરફથી હજી કશું સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી. પોતાના રાજ્યના શહેરો કે નગરોમાં મલ્ટીપ્લેકસ, સ્વિમિંગ પુલ, જિમ, ધાર્મિક સ્થળો બજારો વગેરે ખોલવા અંગે રાજ્ય સરકારો જ નક્કી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here