લોકડાઉનમાં બીજા રાજ્યોમાં અટવાયેલાં લોકોને લોકડાઉન દરમિયાન જ તેમના ઘરે પરત મોકલવાનો  સરકારનો નિર્ણય

0
845

… 

               3મેના લોકડાઉન પૂરં થયા બાદ વાહન- વ્યવહારની અરાજકતા ના થાય, આવન- જાવનમાં ધાંધલ ન થાય એ વાતને લક્ષમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું. અભ્યાસને માટે દેશના જુદા જુદા રાજ્યોમાં વિદ્યાર્થીો, કામ અને રોજી- રોટી માટે ગયેલાા કામદારો, મજૂરો, યાત્રીઓ સહીસલામત રીતે તેમના ઘરે પાછા ફરે તે જરૂરી છે. વળી બધાને એકસાથે મોકલવાની વ્યવસ્થા કરવી અઘરી છે. બીજા રાજ્યોમાં રહેતા લોકો પણ અસહાયતાનો અનુભવ કરી રહ્યા છે. આથી અનિવાર્યપણે ઉપરોકત નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યોનો પણ તેવો આગ્રહ હતો કે, સહુને સહીસલામતીથી એમના ઘરે જવાની વ્યવસ્થા કરવામાં આવે. આથી હવે લોકડાઉન દરમિયાન જ આ પગલું લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યોની પરસ્પરની સહમતીથી આ વ્યવસ્થા અમલમાં મૂકાશે. પરત ફરનારા લોકોનું કોરોના – સ્ક્રિનિંગ કરાશે, જરૂર હશે તો એમને 14 દિવસ માટે કોરેન્ટાઈનમાં પણ રાખવામાં આવશે. તેમની તંદુરસ્તીની ચકાસણી પણ કરાશે.