લોકડાઉનને કારણે ભારતમાં કોરોનાને મામલે આવેલું આશાસ્પદ પરિણામઃ કોરાોનાના સંક્રમણની ઝડપ ઘટી રહી છે…

0
721

 

ભારતમાં હાલમાં સમગ્રપણે લોકડાઉન છે .એક નિરિક્ષણ મુજબ, 10 દિવસ દરમિયાન કોરોનાના સંક્રમણની સંખ્યા બેવડી થઈ છે. જે પહેલા વધારે હતી. કોરોનાના ભીષણ ભરડામાંથી મુક્ત થઈને સાજા થનારા લોકોની સંખ્યા 20. 57 ટકા થઈ છે. છેલ્લા 14 દિવસ દરમિયાન દેશના 80 જિલ્લાઓમાં કોરોનાનો કોઈ નવો કેસ થયો  નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ  અગ્રવાલના જણાવ્યા અનુસાર, કોરાનો પ્રસાર- સંક્રમણ એટકાવવા માટે રાજ્ય અને જિલ્લા કક્ષાએ વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવ્યું છે. કોરોનાના સંકટની આ કપરી પરિસ્થિતમાં સારા સમાચાર એ છેકે, 24 કલાકના સમયગાળામાં 491 વ્યક્તિઓ સાજી થઈને બહાર આવી છે. છેલ્લા 14 દિવસનાં દેશના 80 જિલ્લાઓમાં કોરોનાસંક્રમત એક પણ કેસ થયો નથી. દેશના નીતિ આયોગે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે સવળી અસર પડી છે. ભારતમાં અત્યારસુધીમાં આશરે 23,000 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જો લોકડાઉન ના કરાયું હોત તો અંદાજે

 73, 000 જેટવાં લોકો કોરોનાથી સંક્રમિત બનવાની સંભાવના હતી. લોકડાઉનનું લોકો ચુસ્તપણે પાલન કરે, સોશ્યલ ડિસ્ટસિંગ જાળવેતો કોરોનાને હરાવી શકાશે.