લોકડાઉનની વચ્ચે મોદી સરકારનું ૧.૭૦ લાખ કરોડનું પેકેજ

 

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વના મોટાભાગના દેશમાં કોરોના વાઇરસ કહેર વર્તાવી રહ્યો છે. આ મહામારી અત્યાર સુધી દેશમાં ૧૫ વ્યક્તિના મોત થયા છે. કોરોના વધુ પ્રસરે નહીં માટે સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. આ લોકડાઉનને પગલે દેશની ઇકોનોમીને સૌથી મોટુ નુકસાન જઈ રહ્યું છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમને કોરોનાને રોકવા માટે ૧.૭૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. કોરાના મહામારીને પગલે સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરાઈ છે. 

 કોરોના પ્રભાવિત ફરજ પર હાજર ૨૦ લાખ સ્વાસ્થ્યકર્મીઓ માટે ૫૦ લાખનો વીમો  ૨૦ કરોડ મહિલાઓના ખાતામાં આવાતા ત્રણ મહિના સુધી ૫૦૦ રૂપિયા પ્રતિ મહિના જમા થશે  આવતા ત્રણ મહિના સુધી વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગો માટે ૧૦૦૦ રૂપિયા વધારાના આપવામાં આવશે. બે હપ્તાઓમાં જમા કરવામાં આવશે.  મનરેગા હેઠળ આવતા મજૂરોની મજૂરી વધારી દેવાઈ છે. ૧૮૨ રૂપિયાથી વધારે ૨૦૨ રૂપિયા કરાઈ તેનાથી પાંચ કરોડ પરિવારને ફાયદો થવાની આશા છે.  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો એપ્રિલ મહિનાના હપ્તામાં વધારાના ૨૦૦૦ રૂપિયા તેમના ખાતામાં જમા કરવાનો નિર્ણય કરાયો છે. ૮ કરોડ ખેડૂતોને ફાયદો થશે. જન-ધન ખાતાથી પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે.  ૨૦ લાખ કર્મચારીઓને ૫૦ લાખનો વીમો, તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી ૨૦ લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે. ૮૦ કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે,  કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી આગામી ત્રણ મહિના માટે દરેક વ્યક્તિને ૫ કિલો ઘઉં અથવા ચોખા આપવામાં આવશે. અગાઉનો પાંચ કિલોનો જથ્થો પણ મળશે. ૧ કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે.

આધાર અને પાન કાર્ડને એક સાથે લિન્ક કરવાની તારીખ પણ વધારી દેવાઈ છે. અગાઉ ૩૦ તારીખની ડેડલાઈન હવે વધારીને ૨૦ જૂન ૨૦૨૦ કરી દેવાઈ છે. કોરાના બાદ અર્થવ્યવસ્થાની સામે મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. સંક્રમણના કારણે લગભગ તમામ રાજ્યોમાં લોકડાઉન લાગી ચુક્યું છે. કેટલાક રાજ્યોમાં કર્ફ્યુ પણ લાગ્યો છે.