લોકડાઉનના ચોથા તબક્કાની શરૂઆતમા, લોકડાઉનના 55 દિવસ બાદ પ્રતિબંધોમાં કેટલીક છૂટછાટ મળવાથી દેશના અનેક શહેરોના લોકો હાશકારો અનુભવી રહ્યા છે….

 

          લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થતાં નવી ગાઈડ લાઈન સાથે કેટલીક છૂટ આપવામાં આવી . દેશની આર્થિક વ્યવસ્થાને પુન- પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકાર કટિબધ્ધ છે.કોરોનાને કારણે સ્થગિત થયેલી ઈકોનોમી અને સામાન્ય લોકોના જીવનની ગતિ-વિધિને બળ આપવા તાજેતરમાં જ વડાપ્રધાને દેશના દરેક વર્ગના લોકોને રાહત મળે તેનું દયાન રાખીને 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું અને તબક્કાવાર દેશના નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે વિવિધ પ્રકારના કાર્ય- ક્ષેત્રોને આપાનારા પેકેજની રૂપરેખા આપી . હવે ક્રમશઃ ઓફિસો શરૂ થઈ રહી છે. કર્મચારીએ ઓફિસે જવાનું શરૂ કરી રહ્યા છે. હજી લોકો કોરોનાના ભયથી મુક્ત થયા નથી. આમ છતાં ના છૂટકે બસ- કે ટ્રેનમાં પ્રવાસ કરવાનું સ્વીકારવું પડે છે. ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોન સાથે હવે કન્ટેનમેન્ટ ઝોન પણ બનાવાયા છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, છત્તીસ ગઢ, આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ સહિતના 16 રાજ્યોમાં  કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારોને બાદ કરતાં તમામ વિસ્તારોમાં આર્થિક ગતિ- વિધિ શરૂ થઈ રહી છે. કેટલાક રાજ્યોમાં બસ- સેવા પણ શરૂ કરાઈ છે. મહારાષ્ટ્રમાં માત્ર ગ્રીન ઝોનમાં જ છૂટ અપાઈ છે. આમ છતાં દેશના મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યોમાં પ્રવાસી મજૂરોની સમસ્યા હજી સંપૂર્ણપણે નિવારી શકાય નથી. પગપાળા કે ટ્રકે સાઈકલ પર પોતાનો સરસામાન લાદીને નાના નાના બાળકો સાથે પ્રવાસ કરનારા મજૂરોની હાલત ખરેખર દયાજનક છે. ગુજરાતના સુરત સહિતના કેટલાક વિસ્તારોમાં રહેવા- ભોજનનો પ્રબંધ ના થવાથી અકળાયેલા મજૂરો મોટી સંખ્યામાં આક્રોશ અને વિરોધ પ્રદર્શિત કરી રહ્યો છે. પોલીસ સામે અઅથડામણના કિસ્સાઓ પણ બની રહ્યા છે. દેશમાં કેટલાક વિસ્તારો સદંતર કોરોના મુક્ત છે, પણ હજી કોરોના સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર, રાજ્યસરકાર, જિલ્લા અને તાલુકા સ્તરે ગાઈડલાઈન્સ અનુસાર કામગીરી થઈ રહી છે. હકારાત્મક અભિગમ, દ્ઢ આત્મ- વિશ્વાસ અને કોરોના સામે સુરક્ષાના ઉપાયો આપનાવીને સમગ્ર દેશ એક બનીને કોરોનાને હરાવવાના પ્રયાસો કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ અને દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ દેશ જરૂર બહુજ જલ્દીથી કોરોના ને હરાવીને નિર્ભય અને વિજયી બનશે એવી શ્રધ્ધા આજે દરેક ભારતવાસીના હૃદયમાં છે.