લોકડાઉનના કારણે ફરજિયાતપણે ઘરોમાં બંધ રહેવાથી ગુજરાતમાં માનસિક રોગોના દર્દીઓ વધ્યા

 

અમદાવાદઃ કોરોનાના પગલે લગાવાયેલા લોકડાઉનની વિપરીત અસરો સામે આવી છે. ફરજિયાતપણે ઘરોમાં બંધ રહેવાથી માનસિક રોગોના દર્દીઓ વધ્યા છે. ઘરમાં બંધ રહેતા લોકોને સતત કોરોના થવાનો ડર સતાવી રહ્યો છે. લાંબો સમય ઘરમાં રહેવાનો કારણે બાળકો અને સંતાનો વચ્ચે પ્રશ્નો ઉભા થયા છે. લોકડાઉનના પ્રથમ અઠવાડિયામાં જ બાળકોની તમામ એક્ટિવિટી પુરી થઇ જતાં બાળકો અકળાઈ ગયા છે. બાળકોમાં ચીડિયાપણું વધ્યું છે. તો બીજી તરફ, લોકડાઉનના કારણે અનિંદ્રા અને ડિપ્રેશનના કેસોમાં પણ વધારો થયો છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને એકલાપણુ, ગભરામણના કિસ્સા વધ્યા છે. આ તકલીફો વધવાથી મનોચિકિત્સકને ત્યાં સલાહ માટેના ફોન કોલ્સનો આંકડો પણ વધી ગયો છે. આવા કેસની સંખ્યામાં અઠવાડિયામાં ૩૦થી ૪૦ ટકા સુધીનો વધારો થયો છે. સતત કામમાં રહેતા વર્કોહોલીક લોકોને અત્યારે ઘરમાં નવરા બેસવાનું આવતાં સ્થિતિ વધારે બગડી છે તેવું અમદાવાદના સિનિયર સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણીએ જણાવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે, લોકડાઉનને સ્વીકારી લેવાથી સમસ્યા થોડી હળવી થઇ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here