લેબેનોનનો મહાભયાનક વિસ્ફોટઃ ૩ લાખ લોકો બેઘર થયા બાદ હવે ભૂખમરાનુ સંકટ

 

બેરૂતઃ લેબેનોનની રાજધાની બેરૂતમાં થયેલા મહા ભયાનક વિસ્ફોટ બાદ હવે લેબોનોન પર ભૂખમરાનુ સંકટ તોળાઈ રહ્યુ છે. ધડાકામાં ૧૦૦થી વધારે લોકોનાં મોત થયા છે અને હજારો લોકો ઘાયલ છે. બેરૂત બહારના વિસ્તારોને પણ ધ્રુજાવી દેનારા આ ધડાકા બાદ જ્યાં નજર નાંખો ત્યાં તબાહી જોવા મળી રહી છે. પહેલેથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા લેબેનોનો માટે આ ધડાકો મોટી મુસિબત લઈને આવ્યો છે. કારણકે વિસ્ફોટના પગલે બંદર પાસે બનાવાયેલું અનાજનું મહાકાય ગોડાઉન બરબાદ થઈ ગયું છે. જે લેબનોન માટેનો સૌથી મોટો અન્ન ભંડાર હતો. હવે લેબેનોન પાસે એક મહિનો ચાલે તેટલો પણ અનાજનો સ્ટોક રહ્યો નથી. કારણકે ધડાકામાં આખુ ગોડાઉન સાફ થઈ ગયુ છે. જાણકારોનુ માનવુ છે કે, આ ગોડાઉનમાં લેબેનોનનુ ૮૫ ટકા અનાજ રાખવામાં આવતું હતું. આમ આગામી દિવસોમાં લેબેનોનનમાં અનાજની અછત સર્જાઈ શકે છે.