લેબનોનની રાજધાની બૈરુતમાં મોટો વિસ્ફોટઃ કિનારે લાંગરેલા જહાજમાં થયો મોટો ધડાકો…

0
1029
Reuters

 

બૈરુતમાં સમદ્રમાં કિનારે લાંગરેલા ફટાકડાથી ભરેલા જહાજમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના 10 કિ. મી.ના વિસ્તારમાં આવેલા મકાનોને નુકસાન થયું હતું. ત્રણ મજલાની ઈમારતો પણ ધરાશાયી થઈ હતી. સ્વાસ્થ્યમંત્રીના જણાવ્યા અનુસાર, આ દુર્ધટનામાં આશરે 30 લોકોના મૃત્યુ થયાં હતાં. કેટલાક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, મકાનોનાં બારી- બારણાં તૂટી ગયાં હતા. આંતરિક સૂત્રોના કહ્યા અનુસાર, પોર્ટમાં એમોનિયમ નાઈટ્રેટનો જથ્થો વિપુલ માત્રામાં હતો. ઈન્ટીરિયર મિનિસ્ટરે જણાવ્યું હતું કે, લેબનોનના કસ્ટમ વિભાગને પૂછવું જોઈએ કે, આટલી વિપુલ માત્રામાં એમોનિયમ નાઈટ્રેટનો જથ્થો કેમ રાખવામાં આવ્યો હતો.   જોકે, લેબનોનની સ્ટેટ ન્યૂઝ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે, હજી સુધી આ વાત સ્પષ્ટ થઈ નથી કે આ ધડાકો કયા કારણોસર થયો હતો. સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આખા દેશમાં ધડાકાનો અવાજ સંભળાયો હતો. આ ધડાકો ખૂબ જ ભીષણ હતો. અમને એ વાતની શંકા છે કે રોકેટ સ્ટ્રાઈક કે વિસ્ફોટકથી જહાજનો નાશ કરવાની યોજના હતી. આ ધડાકો જાણીબુઝીને કરાયો હોય, અથવા એનું બીજું પણ કશું કારણ હોઈ શકે.