લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે ભારતીય સેનાના નવા ચીફ

નવી દિલ્હીઃ ૩૧ ડિસેમ્બરે, ૨૦૧૯ના રોજ જનરલ બિપિન રાવત નિવૃત્ત થઈ રહ્યા છે. એ પછી સેનાની કમાન મનોજ મુકુંદ નરવાણે પાસે રહેશે.
તેમણે પુણેની નેશનલ ડિફેન્સ એકેડેમી, ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દહેરાદૂનના પૂર્વ વિદ્યાર્થી છે. મદ્રાસ યુનિ.માંથી ડિફેન્સ સ્ટડીમાં માસ્ટર ડિગ્રી અને દેવી અહલ્યા વિશ્વ વિદ્યાલય, ઇન્દોરથી ડિફેન્સમાં એમફિલની ડિગ્રી મેળવી છે. ૨૦૧૭થી ૨૦૧૮ દરમિયાન આર્મી ટ્રેનિંગ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ હતા. કાશ્મીર અને નોર્થ-ઇસ્ટમાં આતંકવાદીઓ સામેના ઓપરેશનનો પણ તેમને બહોળો અનુભવ છે. જમ્મુ- કાશ્મીરમાં તેઓ રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયનની કમાન સંભાળી ચૂક્યા છે. શ્રીલંકામાં ભારતીય સેનાના શાંતિ મિશન અને મ્યાનમારના દૂતાવાસમાં તેઓ ભારતના મિલિટરી એટેચી પણ રહ્યા હતા. ૨૦૧૭માં તેઓ ગણતંત્ર દિવસની પરેડના કમાન્ડર હતા. આર્મીમાં તેમની કેરિયરની શરૂઆત શીખ લાઇટ ઇનફ્રન્ટી રેજિમેન્ટમાં પોસ્ટિંગથી થઈ હતી. તેમને જમ્મુ-કાશ્મીરમાં સેનાપદક મળેલો છ. તેઓ પરમ વિશિષ્ઠ સેવામેડલથી પણ સન્માનિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here