લાલુપ્રસાદ યાદવની તબિયત લથડતા દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા

 

રાંચીઃ ઘાસચારા કૌભાંડમાં સજાનો સામનો કરી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત ફરીથી લથડી છે અને તેમને વધુ સારી સારવાર માટે એઇમ્સ, દિલ્હીમાં ખસેડવામાં આવ્યા છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. રાજેન્દ્ર ઇનિ્સ્ટટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (આરઆઇએમએસ)ના મેડિકલ બોર્ડે લાલુ પ્રસાદ યાદવને એઇમ્સ, નવી દિલ્હીમાં ખસેડવાની ભલામણ કરી હતી. આરઆઇએમએસમાં લાલુ પ્રસાદની સારવાર કરી રહેલા સાત ડોકટરોની ટીમના વડા ડો. વિદ્યાપતિએ જણાવ્યું છે કે મેડિકલ બોર્ડે લાલુપ્રસાદ યાદવને દિલ્હીની એઇમ્સમાં ખસેડવાની ભલામણ કરી હતી કારણકે તેમની તબિયત ફરી એક વખત લથડી છે. લાલુ પ્રસાદ યાદવનું ક્રિએટિનિન લેવલ ૩.૫થી વધીને ૪.૬ થઇ ગયું છે. બ્લડ સુગર અને બ્લડ પ્રેશરમાં સતત વધઘટ થઇ રહી છે. ઘાસચારા કૌભાંડમાં દોરાન્દા ટ્રેઝરીમાંથી ૧૩૯ કરોડ રૂપિયાની ઉચાપત કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.