લદ્દાખના પેંગોન્ગ ઝીલ વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે તણાવ

 

લદ્દાખઃ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે લેહની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સીનિયર ફિલ્ડ કમાન્ડર તેમને લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલની  માહિતી આપી હકી. આર્મી ચીફ ચીન સાથે ચાલી રહેલા તણાવ દરમિયાન ભારતીય સેનાની તૈયારીઓ જોઈ હતી. આર્મી ચીફની મુલાકાત એ સમયે થઈ હતી  જ્યારે વાતચીત છતા ચીન ભારતીય સીમામાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીની સૈનિકોએ લદ્દાખમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. જેને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો.

પૂર્વી લદ્દાખના પેંગોન્ગ ઝીલ વિસ્તારમાં ચીનની ઉશકેરણીના કારણે તણાવ ઉભો થયો છે. તેને ઓછો કરવા માટે બેઠકો ચાલી રહી છે. આ જ મામલે બંને દેશોની વચ્ચે સતતત્રીજા કમાન્ડર લેવલની બેઠક થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાએ ઉત્તરી છેડા પર જવાન તહેનાત કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિંગર-૪ની પહાડી પર ભારતીય સૈનિકો તહેનાત છે. ઈમરજન્સીના ધોરણે તહેનાતીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેવું પણ જાણવા મળ્યું છે કે, પેંગોન્ગથી લઈને રેજાંગલા અને રિછિનલા સુધી સંપૂર્ણ રિઝ લાઈન પર ભારતીય સેનાનો દબદબો છે.

હવે રિછિન લાથી લઈને ગુરૂગ હિલ અને મગર હિલ પર ભારતીય સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, ચીનને સૌથી વધારે મુશ્કેલી રિછિન લા પર આપણાં સૈનિકોની હાજરીથી છે. કારણકે ત્યાંથી તેમનું આખું સ્પાંગુર ગૈરીસન નજરમાં આવી જાય છે